અમદાવાદ

વકફ કાયદા અંગે જમ્મુ કાશ્મીર વિધાનસભામા મારામારી, આપના ધારાસભ્ય મેહરાજ મલિકને માર મરાયાનો આક્ષેપ

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સત્રમા આજે ત્રીજા દિવસે વકફ કાયદા પર ભારે હોબાળો થયો. જેમા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય મુબારક ગુલ, ભાજપના ધારાસભ્ય બલવંત સિંહ કોટિયા સહિત ઘણા ધારાસભ્યો પોતાની બેઠકો પરથી ઉભા થઈ ગયા અને પોતપોતાના પ્રસ્તાવો પર વિધાનસભા અધ્યક્ષ સાથે ચર્ચા કરવાની માંગણી શરૂ કરી. આ સત્રની શરૂઆતથી જ છેલ્લા ત્રણ દિવસથી વકફ કાયદા મુદ્દે ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે.

ઝપાઝપીનો એક વીડિયો પણ સામે આવ્યો

નેશનલ કોન્ફરન્સ ગૃહમાં વક્ફ બિલ પર સ્થગિત પ્રસ્તાવ લાવવાની માંગ કરી રહી છે. આ દરમિયાન, વિધાનસભા પરિસરની બહાર, ભાજપના ધારાસભ્યો અને આપ ધારાસભ્ય મેહરાજ મલિક વચ્ચે દલીલ થઈ હતી. જે ટૂંક સમયમાં જ મારામારીમાં ફેરવાઈ ગઈ. આ પછી સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. આ ઝપાઝપીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ભાજપના ધારાસભ્યો અને આપના ધારાસભ્યો દલીલ કરતા અને લડતા જોવા મળે છે.

આપણ વાંચો:  ખડગેને ખુરશી પર બેસાડી રાહુલ સોફા પર બેસી ગયા! ભાજપે કોંગ્રેસ પર લગાવ્યા આરોપ

ગૃહના માર્શલોએ બધા ધારાસભ્યોને બહાર કાઢી મૂક્યા

વિધાનસભા ગેલેરીમાં આપ ધારાસભ્ય મેહરાજ મલિકે ભાજપના ધારાસભ્યો પર ગૃહમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન તેમણે પીડીપી નેતા વહીદ પારાને કહ્યું કે મુફ્તી મોહમ્મદ સઈદે કાશ્મીરના લોકો માટે દલાલી કરી છે. ભાજપ અને પીડીપીની મિલીભગત છે. આટલું કહ્યા પછી બંને પક્ષો વચ્ચેનો વિવાદ વધી ગયો અને લડાઈમાં ફેરવાઈ ગયો. આ દરમિયાન કોઈએ મેહરાજ મલિકને ધક્કો માર્યો અને તે કાચના ટેબલ સાથે અથડાયા. તેની બાદ ગૃહના માર્શલોએ બધા ધારાસભ્યોને બહાર કાઢી મૂક્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button