અમદાવાદ
સાણંદમાં શ્વાને શિયાળ પર કર્યો હુમલો, સર્જરી કરી જીવ બચાવાયો

અમદાવાદઃ રખડતાં શ્વાનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને આક્રમક બની ગયેલા શ્વાન હાલમાં સમસ્યા બની ગયા છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં શ્વાનના આતંકથી એક શિયાળ ઘાયલ થયું હતું અને તેની સર્જરી કરવી પડી હોવાનું સૂત્રોએ જણા્વયું હતું.
સાણંદ તાલુકમાં એક ઈજાગ્રસ્ત અને પીડાતું શિયાળ જોવા મળ્યું હતું જેને અમદાવાદના બોડકદેવ ખાતે વાઈલ્ડલાઈફ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. આ શિયાળને વેટરિનરી એક્સપર્ટ દ્વારા સારવાર આપવામાં આવી હતી અને તેની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં શિયાળને મેડિકલ ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
શિયાળની તબિયત સુધારા પર આવ્યા બાદ તેને ફરી તેના રહેઠાણ વિસ્તારમાં છોડી દેવામાં આવશે.



