અંગ્રેજો કરતાં પણ બર્બરતા…. શાંત સભામાં ભાજપના નેતાઓએ પથ્થરબાજી કરી: આપનો આરોપ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અંગ્રેજો કરતાં પણ બર્બરતા…. શાંત સભામાં ભાજપના નેતાઓએ પથ્થરબાજી કરી: આપનો આરોપ

બોટાદની ઘટના બાદ આપે ૧૦૦ ટીમ બનાવી, APMCની લૂંટ-ગેરરીતિ સામે હેલ્પલાઈન નંબર જાહેર

અમદાવાદ: ગઇકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી ‘કળદા પ્રથા’ (ગેરકાયદેસર કમિશન પ્રથા) ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’ પહેલાં જ મોટો રાજકીય માહોલ ગરમાયો હતો.પોલીસે AAP ના અનેક નેતાઓ અને કાર્યકરોને ડીટેઈન અથવા નજરકેદ કર્યા હોવાનો આરોપ પણ આપના નેતાઓએ કર્યો હતો. ત્યારે હડદડ ગામે મળેલી ‘કિસાન મહાપંચાયત’માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધી હતી.

ઈસુદાન ગઢવીના સરકાર પર આરોપ

પત્રકાર પરિષદ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર આરોપ કર્યો હતો કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ‘કળદા પ્રથા’ને બંધ કરવાની ખેડૂતોની માંગ સાથે આપ નેતા રાજૂ કરપડાએ વિરોધ નોંધાવ્યો હતો. એપીએમસી સમક્ષ બે માંગ માટે લેખિત બાહેંધરી માંગી હતી પરંતુ સરકારે ખેડૂતોને મારવાનું અને આપના નેતાઓની ધરપકડ કરવા કહ્યું. આપના નેતાઓને મહાપંચાયતમાં જતાં પહેલા રોકવામાં આવ્યા, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મંજૂરી આપવામાં નહોતી આવી આથી હડદડ ગામમાં મહાપંચાયત ભરવામાં આવી અને ત્યાં ભાજપે આખા ગામને ઘેરાબંધી કરી, બર્બરતા દાખવી. અંગ્રેજોએ પણ ક્યારેય આવી હિંમત નહોતી કરી.

ભાજપના નેતાઓ પથ્થરબાજી કરી

શાંતિપૂર્વક ચાલઈ રહેલી સભા દરમિયાન ભાજપના નેતાઓ પથ્થરબાજી કરે છે અને ત્યારબાદ પોલીસ આવી જાય છે અને આખા ગામને ઘેરાબંધી કરવામાં આવી. પત્રકારોને પણ પકડી જવામાં આવ્યા જેથી વીડિયો ન બની શકે. તેમણે નરેન્દ્ર મોદીને અપીલ કરતાં કહ્યું હતું કે આવા નમાલા મુખ્યમંત્રી કે ગૃહમંત્રી નથી જોઈતા કે જે એકતરફ ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને તેઓ મીઠાઇ વેંચી રહ્યા છે. તેમણે આરોપ કર્યો હતો કે 250 જેટલા યુવાનો, બહેનોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને પાણી સુદ્ધાં આપવામાં નથી આવ્યું.

કયા સુધી ભાજપના ઇશારે કામ કરશો?

તેમણે કહ્યું હતું કે, પોલીસને પણ કહેવું છે કે કયા સુધી તમે ભાજપના ઇશારે કામ કરશો, તમને તમારા સંતાનો ઠપકો આપશે. તમારા માતાપિતા પણ ખેડૂત છે અને તમને શું એટલા માટે ભણાવ્યા છે કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરી શકો? તેમણે કહ્યું હતું કે કોઈપણ ભોગે હિંસાનું સમર્થન કરતો નથી અને હિંસા આંદોલન અહિંસક હોય ત્યારે જ સફળ બને છે. તેમણે રાજ્યની અન્ય એપીએમસીમાં પણ આવી લૂંટ કે ગેરરીતિને જાહેરમાં લાવવા માંતે 100 જેટલી ટીમ બનાવવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત ખેડૂતો પણ લૂંટ કે ગેરરીતિની ફરિયાદ કરી શકે તે માંતે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો હતો. હડદડ ગામમાં થયેલ કથિત પોલીસ સંઘર્ષનો વિરોધ નોંધાવવા માટે આપ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સરકાર બદલતાની સાથે થશે તપાસ

તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે સરકાર બદલતાની સાથે બે વર્ષ બાદ પણ તપાસ કરાવવામાં આવશે અને જેમણે પણ ઉશ્કેર્યા છે તેમની વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. કોંગ્રેસે પણ ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારે હવે ભાજપ ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. તેમણે કહ્યું કે હવે ‘કળદા નહિ ચાલે. બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR નોંધવામાં આવી છે. આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. અન્ય લોકોની પણ ધરપકડ થવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે પૂછવામાં આવેલા જવાબમાં તેમણે જણાવ્યું હતું કે શું ખેડૂતોના પ્રશ્ન ઉઠાવવો એ શું ગુનો છે?

સભાની મંજૂરી અંગે તેમણે જણાવ્યું હતું કે મંજૂરી આપવાની પોલીસે ના પાડી હતી. આથી ગામના લોકોએ ત્યાં મળવાની વાત કરી હતી અને આથી ગામમાં મળ્યા હતા. પરંતુ ભાજપ પ્રત્યેના લોકોમાં રોષથી એકઠા થયા, સભા શાંતિથી ચાલી રહી હતી પરંતુ ભાજપના નેતાઓએ આવીને શાંતિ અને માહોલ બગાડ્યો. તેમણે આરોપ કર્યો હતો કે ભાજપે આ લાઠીચાર્જથી મેસેજ આપ્યો છે કે તેમની સામે જો પડશો તો આવા હાલ થશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button