ઇન્ડિગોના પાયલોટે ફ્લાઈટમાં જ કોલ્ડપ્લે કોન્સર્ટ જેવા દ્રશ્યો સર્જ્યા; મુસાફરોને મળી સરપ્રાઈઝ…
અમદાવાદ: બ્રિટિશ બેન્ડના કોલ્ડપ્લે હાલ ભારતના પ્રવાસે છે. નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમમાં ત્રણ કોન્સર્ટ કર્યા બાદ કોલ્ડપ્લેએ 25 અને 26 જાન્યુઆરીની સાંજે અમદાવાદના વિશાળકાય નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બે જાજરમાન કોન્સર્ટ (Coldplay concert in Ahmedabad) કર્યા. અમદવાદનો કોન્સર્ટ કોલ્ડપ્લેનો ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટો કોન્સર્ટ રહ્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉન્ડ અને લાઈટ્સ સાથે અદભુત દ્રશ્યો સર્જાયા હતાં. ભારતભરમાંથી હજારો કોલ્ડપ્લે ફેન્સ ફ્લાઈટ્સ મારફતે અમદાવાદ પહોંચ્યા હતાં.
આ પણ વાંચો : તમારો એક મત ગુજરાત રાજ્યના ટેબ્લોને બનાવી શકે છે વિજેતા
ફ્લાઈટ કેપ્ટને આપી સરપ્રાઈઝ:
કોલ્ડપ્લેનો જાદુ ફક્ત સ્ટેડિયમમાં જ નહીં, આકાશમાં પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ઈન્ડીગોની એક ફ્લાઈટનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ઇન્ડિગોની ફ્લાઈટના કેપ્ટને પેસેન્જર્સને સરપ્રાઈઝ આપી હતી.
કેપ્ટન પ્રદીપ કૃષ્ણને પુણેથી અમદાવાદ જઈ રહેલી ફ્લાઈટમાં સવાર કોલ્ડપ્લે ચાહકો સાથે વાતચીત કરતા કરી હતી. કેપ્ટને પૂછ્યું, “તમારામાંથી કેટલા કોન્સર્ટમાં જઈ રહ્યા છે?” લોકોએ શાઉટ આઉટ આપીને જવાબ આપ્યો, ત્યાર બાદ કેપ્ટને મજાકમાં પૂછ્યું, “તમારામાંથી કેટલા પાસે બે વધારાની ટિકિટ છે?” આ સાથે ફ્લાઈટમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
ત્યાર બાદ પ્સેન્જર્સે કોલ્ડપ્લેના જાણીતા લાઈટ વાળા રિસ્ટબેન્ડની માફક મોબાઈલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરીને કોન્સર્ટ પહેલા ઉજવણી કરી. ઇન્ડિગો ફ્લાઈટના કેપ્ટનના જેસ્ચરને લોકો વખાણી રહ્યા છે.
આ પણ વાંચો : આ છે દેશનો સૌથી મોટો જિલ્લો, એક સમયે અપાયો હતો સ્વતંત્ર રાજ્યનો દરજ્જો… તમને ખબર છે નામ?
બેન્ડે ચાહકોને મંત્રમુગ્ધ કર્યા:
ક્રિસ માર્ટિનના લીડરશીપમાં જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વેના બેન્ડે સ્ટેડીયમમાં હાજર ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા. કોલ્ડ પ્લેએ ભારતીય યુવાનોને દ્રશ્યો અને સંગીતનોઅભૂતપૂર્વ અનુભવ કરાવ્યો.