ઉનાળામાં ખવાતા દેશીફળો ભલે મોંઘા હોય, પણ તે ઘરે લાવી બાળકોને ખવડાવજો…

અમદાવાદઃ ગ્લોબલ ટ્રેડિંગ અને સોશિયલ મીડિયાના જમાનામાં ખાણીપીણી ખૂબ જ બદલાઈ છે. ભારતમાં પશ્ચિમી ફૂડ કલ્ચરનો ભારે પ્રભાવ છે. ફાસ્ટ ફૂડ્સની માંડી દરેક વસ્તુઓમાં વિદેશી વરાયટીઓ જોવા મળે છે. આજકાલ ફ્રૂટ્સમાં પણ તમને નવી નવી વરાઈટી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં શું ખાવાથી શું ફાયદા થાય અને આ ખાવુ જોઈએ અને આ ન ખાવું જોઈએ તેના હજારો વીડિયો રોજ શેર થતા હોય છે. ડાયટિશિયન્સ પોતાના વીડિયો શેર કરે છે અને લોકો તે પ્રમાણે ખાઈ-પીને હેલ્ધી રહેવાના પ્રયત્નો કરે છે. લોકો સ્વાદ અને હેલ્થ બન્ને માટે ફળો ખાતા થયા છે. સામાન્ય રીતે ઉનાળામાં શકરટેટ્ટી, તરબૂચ અને ત્યારબાદ ફળોનો રાજા કેરી ખવાય છે, પણ આ સાથે બજારમાં ઘણા દેશી ફળો પર લારીઓ પર વેચાતા દેખાય છે.
બખાઈ આબંલી અથવા ગોરસ આંબલી, રાયણ, સેતૂર, ખાટા આમલા, કરમદા, સફેદ જાંબુ, તાડગોળા, લીચી જેવા ફ્રટ્સ, ઉનાળામાં પાણીના જબરા સ્ત્રોત છે અને આ સાથે એન્ટિઓક્સિડન્ટ પણ છે. દરેક રાજ્ય-દેશમાં તેની ભૌગોલિક સ્થિતિ અનુસાર ફળ ઉગતા હોય છે. ઉનાળાના આ ફળો ખાવાથી તાજગી અને સ્ફૂર્તિ રહે છે. આ દેશી ફળો સાથે 90ની સાલ પહેલા જન્મેલા લોકોની ઘણી યાદો પણ જોડાયેલી હોય છે. જોકે આ ફળ હાલમાં મોંઘા ભાવે મળે છે. રાયણ અને સેતૂરનો ભાવ 600થી 700 રૂપિયે કિલો છે. અમુક વિસ્તારમોમાં 500 રૂપિયે કિલો મળે છે.
આપણે ઘણા મોંઘા વિદેશી ફળો ખાઈએ છીએ પણ આપણી આસપાસની આ વરાયટીઝ વિશે આજના યુવાનો-બાળકોને ખબર નથી હોતી. યુવાનો એવોકાડો કે ડ્રેગનફ્રુટ કે કિવી વિશે જાણે છે પણ મીઠી ગુંદી કે ફાલ્સા કે કરમદા તેમણે ચાખ્યા પણ નથી હોતા. અમદાવાદ, વડોદરા સહિતની ગુજરાતના શહેરી વિસ્તારોમાં પણ આ ફળની લારીઓ ઊભી છે જે ખૂબ સારી વાત છે ત્યારે માતા-પિતાએ કે દાદા-દાદીએ આ ફળો વિશે બાળકોને જણાવવું જોઈએ.
આપણ વાંચો : તસવીરની આરપાર : ઉનાળાનું અમૃત ફળ તરબૂચ ખાવ ને શીતળતાની તૃપ્તિ કરો તંતોતંત