અમદાવાદ

સજા પૂરી થઈ ગઈ, ત્રણ વર્ષ વીતી ગયા, પણ પાકિસ્તાને ન છોડ્યો ને અંતે…

અમદાવાદઃ સજા પૂરી થઈ ગયાના ત્રણ વર્ષ બાદ પણ પાકિસ્તાની જેલમાં સબડી રહેલા અને એક મહિના પહેલા મૃત્યુ પામેલા 36 વર્ષીય માછીમારનો મૃતદેહ તેમન વતન ગીર સોમનાથ ખાતે લાવવામાં આવ્યો હતો.

ભગાભાઈ બામભણીયા ઉના તાલુકાના ચિખલી ગામના રહેવાસી હતા અને 16મી જાન્યુઆરીએ કરાંચી ખાતે જેલમાં હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામ્યો હતો, તેમ જાફરાબાદના મત્સ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

તેમનો મૃતદેહ વાઘા (પંજાબ)માં ભારત-પાકિસ્તાન સરહદ પર મત્સ્ય વિભાગની એક ટીમને સોંપવામાં આવ્યો હતો. તેને વિમાન દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો અને પછી શનિવારે રોડ માર્ગે તેમના વતન ગામ લાવવામાં આવ્યો હતો, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાચો: કચ્છ ભાગી આવેલાં તરુણ વયના પાકિસ્તાની પ્રેમી યુગલને દિલ્હીની તિહાર જેલમાં લઇ જવાયું

બામભણીયાને પાકિસ્તાની એજન્સી દ્વારા 18 ફેબ્રુઆરી, 2022ના રોજ અરબી સમુદ્રમાંથી પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા ફટકારવામાં આવ હતી, પરંતુ 2022 માં સજા ભોગવ્યા પછી પણ તેઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા. જેલમાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી અને હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, બંને દેશોની સરકારો વચ્ચેની પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી, માછીમારના મૃતદેહને ભારત પાછો લાવવામાં આવ્યો હતો.

બંને દેશો વચ્ચે 2008માં કોન્સ્યુલર એક્સેસ પર દ્વિપક્ષીય કરાર હોવા છતાં, માછીમારને જેલમાં રાખવામાં આવ્યો હતો, જેને માનવ અધિકારોનું ઉલ્લંઘન ગણાવવામાં આવે છે.

હાલમાં, ૧૯૮ ભારતીય માછીમારો કરાંચી જેલમાં છે, એમ એક્ટિવિસ્ટ જતીન દેસાઈએ જણાવ્યું હતું. દેસાઈના મતે તેમાંથી લગભગ ૧૬૦ માછીમારે તેમની સજા પૂર્ણ કરી છે અને તેમની રાષ્ટ્રીયતાની ચકાસણી કરવામાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button