Top Newsઅમદાવાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં માવઠું, અંજારમાં 3.19 ઇંચ

અમદાવાદઃ નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં માવઠાનો કેર જોવા મળ્યો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરેજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, કચ્છના અંજારમાં સૌથી વધુ 3.19 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો. કરજણમાં 2.13 ઇંચ, ઘોઘામાં 1.30 ઇંચ, વડનગરમાં 0.98 ઇંચ, વિસનગરમાં 0.87 ઇંચ, કપડવંજમાં 0.67 ઇંચ, પાલીતાણામાં 0.63 ઇંચ, ઇડરમાં 0.55 ઇંચ, મેઘરજમાં 0.51 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો.

આ સિવાય લુણાવાડા, અબડાસા, વિજયનગર, ફતેપુરા, વડાલી, પોશીના, ચાણસ્મા, જંબુસર, નડીયાદ, ઉંઝા, કડાણા, સંતરામપુર, માતર, સતલાસણા, ધંધૂકા, ગોધરા, દેવગઢબારીયા, સુઇગામ, પાટણ, પ્રાંતિજ, સાણંદ, જાંબુઘોડા, બાવળા,દાંતા, ધોળકા, કઠલાલ, તલોદ, ચુડા, બાયડ, વાવ, ભચાઉમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, વડોદરા, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલથી રાજ્યમાં માવઠાનું જોર ઘટી શકે છે.

અંબાલાલ પટેલે શું કરી આગાહી

અંબાલાલ પટેલની માવઠામાં ધીમે ધીમે રાહત મળતી જશે અને શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ બનતું જશે. 5થી 8 નવેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે. 9થી 10 નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

આ પણ વાંચો…હજુ પણ વરસાદ નહિ છોડે સાથ! આજે રાજ્યના આટલા જિલ્લામાં વરસાદની આગાહી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button