અમદાવાદ

કોંગ્રેસના અધિવેશનમાં યુપીના નેતા આલોક મિશ્રાએ સંગઠનની નિયુક્તિ પર ઊઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે કોંગ્રેસનું મહાઅધિવેશન ચાલી રહ્યું છે, જેમાં ભારતભરમાંથી કોંગ્રેસના નેતાઓ આવેલા છે. કોંગ્રેસ દ્વારા અત્યારે પાર્ટીને મજબૂત કરવા માટે જાહેર મંચ પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત થવાની જરૂર છે. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. અધિવેશનમાં પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, AICC સભ્યોએ જાહેર મંચ પર સંગઠનની ખામીઓ પર વાત કરી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા આલોક મિશ્રાએ કરી આ ખાસ વાત

ખાસ કરીને વાત કરવામાં આવે તો આ અધિવેશનમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિમણૂકો પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતાં. આલોક મિશ્રાએ દાવો કર્યો હતો કે પાર્ટીએ એવા શહેર પ્રમુખની નિમણૂક કરી છે જેનો એક પુત્ર સપા (સમાજવાદી પાર્ટી) માં અને બીજો ભાજપમાં કામ કરે છે. પ્રશ્ન એ પણ થાય છે કે કોંગ્રેસ આવા લોકો એટલે કે જે પરિવારના લોકો અમૂક પાર્ટીઓમાં વત્તેઓછે અંશે કામ કરતા હોય તેવા લોકોને સ્થાન આપે છે. જેથી આલોક મિશ્રાએ ચર્ચા દરમિયાન પક્ષની આ ખામી અંગે ચર્ચા કરી હતી.

પહેલા પાર્ટીમાં રહેલા ભાજપ તરફી લોકોને હટાવવા જોઈએ

આ અધિવેશનમાં કોંગ્રેસના નેતા આલોક મિશ્રાએ કહ્યું કે, તેઓ એક કાર્યકર છે જે 1982 થી કોંગ્રેસમાં છે. આજે તેઓ કોંગ્રેસને અપીલ કરે છે કે અમે ભાજપ સામે પછી લડીશું પરંતુ કોંગ્રેસીઓએ અંદરોઅંદર લડી રહ્યાં છે. એકવાર તમે નક્કી કરી લો કે ઉપરથી જે પણ નિર્ણય આવશે, અમે તેને ખુશીથી સ્વીકારીશું. જ્યાં સુધી અમે કોંગ્રેસ પાર્ટીને સત્તામાં નહીં લાવીએ ત્યાં સુધી અમે એકબીજા સાથે લડીશું નહીં. પાર્ટીને સત્તામાં લાવ્યા પછી જ હું આરામ કરીશ, વધુમાં આલોક મિશ્રાએ રાહુલ ગાંધી અને ખડગેને કહ્યું કે, તમે ભાજપને હટાવવા માંગો છો પરંતુ પહેલા કોંગ્રેસમાં બેઠેલા ભાજપના લોકોને હટાવવા જોઈએ.

આપણ વાંચો:  ગુજરાતમાં ધારાસભ્યોને ફાળવાતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો, કેચ ધ રેઈન અભિયાનને વેગ અપાશે

શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ ચૂંટણી માટે અરજી ના કરે

આલોક મિશ્રાએ કહ્યું કે, કાનપુરમાં અમને 4 લાખ 22 હજાર મત મળ્યા. મને આ તક મળી, જે 1947 પછી ઇતિહાસમાં કોઈને મળી નથી. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે શહેર પ્રમુખોને આપેલી સત્તાનો સ્વીકાર કરીએ. પરંતુ તેની સાથે એ પણ નક્કી કરો કે જે કોઈ શહેર કે જિલ્લા પ્રમુખ હશે, તે ચૂંટણી માટે અરજી કરશે નહીં. તે ફક્ત સંગઠન માટે જ કામ કરશે. આ પણ નક્કી કરો. નહિંતર દરેક શહેર પ્રમુખ અને દરેક જિલ્લા પ્રમુખ પોતે ચૂંટણી ઉમેદવાર બનશે.’ હવે પ્રશ્ન એ છે કે, શું પાર્ટી આલોક મિશ્રાની વાતને ધ્યાને લેશે? કારણે કે કોંગ્રેસ જ્યા સુધી આ બદલાવ નહીં કરે ત્યાં સુધી સત્તામાં આવવાનું અઘરું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button