અમદાવાદ

હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે શું કરી મહત્વની જાહેરાત ?

અમદાવાદ: ગુજરાતના યુવાનોમાં હાલ સૌથી વધુ કોઈ બાબતની ચર્ચા હોય તો તે છે ગુજરાત પોલીસની મેગા ભરતીની જાહેરાત. તાજેતરમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ સહિતની 13591 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હાલ તે માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મહત્વની જાહેરાત કરી છે.

અમદાવાદ: નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. પોલીસની સાથે એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે. આ યુવાનો માટે કોચ તેમજ ફિજિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે, એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સામાન્ય લોકો પોલીસ અધિકારીઓને મળી શકે એ માટે મુલાકાતના અમુક દિવસો અને અમુક કલાકો નિર્ધારિત કરવાનું સૂચવ્યું હતું. પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈ, પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ, જેથી લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધી શકે, એવું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાંથી ઉમદા કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન કરાયું હતું. તેરા તુજકો અર્પણ અંતર્ગત ચાર નાગરિકોને તેમના ચોરાયેલાં નાણાં-ઘરેણાં પરત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…ડ્રગ્સ મુદ્દે ધારાસભ્ય મેવાણીએ DYCM હર્ષ સંઘવીને લીધા આડેહાથ: ડિબેટ માટે કરી ચેલેન્જ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button