અમદાવાદ

આઈઆઈએમ-અમદાવાદ એઆઈ અને બિઝનેસ એનાલિટિક્સમાં એમબીએ કોર્સ શરૂ કરશે, જુવો વિડિયો…

અમદાવાદઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સમયની માગ છે અને રોજગારી મેળવવા પણ જરૂરી બની રહ્યું છે ત્યારે દેશની પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈમાં બે વર્ષનો કમ્બાઈન કોર્સ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પ્રકારનો કોર્સ ઓફર કરનારી આઈઆઈએમ પહેલી સંસ્થા છે, તેવો દાવો સંસ્થાએ કર્યો છે. સંસ્થાના સૂત્રોના જણાવ્યા અનુસાર એનાલિટિક્સ અને એઆઈ હવે કોઈ પણ ઔદ્યોગિક સાહસો કેવી રીતે સ્પર્ધા કરે છે, નવીનતા લાવે છે અને મૂળમાં છે. આ વાસ્તવિકતાએ એવા વ્યાવસાયિકોની તાત્કાલિક જરૂરિયાત ઊભી કરી છે જે મેનેજમેન્ટ સ્કીલ અને ટેકનો એનાલિટિકલ સ્કીલ બન્ને પર પ્રભુત્વ ધરાવતા હોય.

આઈઆઈએમ-અમદાવાદે પહેલાથી જ આ પ્રોગ્રામ માટે પ્રવેશની જાહેરાત કરી દીધી છે, જેમાં ઓનલાઈન અને કેમ્પસ મોડ્યુલ હશે. પ્રથમ વર્ષ (2026) માં, કોર્સમાં 90 બેઠકો રહેશે અને ફી રૂ. 20 લાખ રહેશે. આ સાથે કોર્સ કરનારા વિદ્યાર્થીઓને તેમના ઉદ્યોગોના અનુરૂપ અલગ અલગ વિષયો શિખવાની તક પણ મળશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button