મેમો નહિ ભરો તો લાઇસન્સ થશે રદ્દ; સરકાર કરી રહી છે નવા નિયમોની તૈયારી

અમદાવાદ: આપણે શાળામાં ભણતા હવે તે સમયે ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ’ કહેવત સાંભળી છે અને તેનું પાલન થતા પણ જોયું છે. અર્થાત કે જયા સુધી કોઇ કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી આપણે કોઇ બાબતને ગંભીરતાથી લેતા નથી. આવું જ કઈક સરકાર કરવા જઈ રહી છે. કારણ કે ટ્રાફિકનાં કાયદાનાં ભંગ બદલ પોલીસ ઇ-મેમો તો મોકલી આપે છે પરંતુ તેને ભરનારો વર્ગ બહુ ઓછો છે અને આથી સારકાર હવે આ મામલે કડક પગલાં લેવાનું વિચારી રહી છે.
ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ
પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રાફિકના ભંગ બદલ મળતો ઈ-મેમો મોકલી દેવામાં આવે છે અને જારી કર્યાના ત્રણ મહિનાની અંદર તેની ભરપાઈ કરી દેવી પડશે નહિતર ડ્રાઇવિંગ લાયસન્સને રદ કરી દેવામાં આવી શકે છે. તે ઉપરાંત એક જ નાણાકીય વર્ષમાં ખરાબ રીતે ડ્રાઇવિંગ કરવું, ટ્રાફિક સિગ્નલનો ભંગ જેવા નિયમોનો ભંગ બદલ લાયસન્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. સરકાર આ અંગે નવા કાયદાની વિચારણા કરી રહી છે.
મેમોનો મૂળ હેતુ માર્યો ગયો
મળતી વિગતો અનુસાર કેન્દ્ર સરકાર માર્ગ અક્સ્માત અટકાવવા તેમજ મેમો પ્રત્યે નાગરિકોની બેદરકારીને ધ્યાનમાં લેતાં આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. આ પાછળ લોકો ટ્રાફિક મેમો ચૂકવતા નથી તે મોટું કારણ છે. ખરાબ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સરકારે મેમોનો અમલ કર્યો હતો પરંતુ લોકો નથી મેમો ભરી રહ્યા કે નથી કોઇ વિશેષ ફેરફાર જોવા મળ્યો આમ મેમો આપવાનો મૂળ ઉદ્દેશ જ માર્યો ગયો છે.
આ પણ વાંચો: Ahmedabad માં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમાં આગ લાગતા બળીને ખાખ, તપાસ શરૂ
સુપ્રીમ કોર્ટનો આદેશ
આ વિગત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તૈયાર કરવામાં આવી છે. તેણે 23 રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોને સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઈ મુજબ ઇલેક્ટ્રોનિક મોનિટરિંગના અમલીકરણને દર્શાવતા અનુપાલન અહેવાલો ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કાયદાની કલમ 136 A ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થાપન અને ટ્રાફિક કાયદાઓના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે સ્પીડ અને સીસીટીવી કેમેરા, સ્પીડ-ગન, બોડી-વોર્ન કેમેરા અને ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ સિસ્ટમ જેવી અદ્યતન તકનીકોના ઉપયોગનો ઉલ્લેખ કરે છે.