અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમોના (traffic rules) ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલ્યો હતો. જોકે તેમ છતાં હજુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ટ્રાફિક પોલીસ દ્વારા આજથી રોંગ સાઈડમાં વાહન (wrong side driving) ચલાવતાં લોકો સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે અને વાહન પણ ડિટેન કરવામાં આવશે.

ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે, આ પગલાને હેતું રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી થતાં અકસ્માત ઘટાડવાનો છે. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પાઠ ભણાવવા અને અકસ્માતની સંખ્યા ઘટાડવા તેમની સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવશે. 2024માં તંત્ર દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ 6001 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. 2025ના પ્રથમ બે મહિનામાં જ 598 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા આજથી 13 મુખ્ય ભંગ બદલ વાહન ચાલકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં હેલમેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ વાઈન ચલાવવું, ફેન્સી નંબર પ્લેટ, ઓવર સ્પીડિંગ અને સિટ બેલ્ટ ન બાંધવો મુખ્ય છે. આ ડ્રાઈવનો હેતુ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતની સંખ્યા ઘટે તેવો છે.

આ પણ વાંચો…ધોરણ 12 સાયન્સના પરિણામ પહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, આ વિષયમાં એક ગુણની લ્હાણી…

ટ્રાફિક નિયમોના ભંગ બદલ 27-2-2025થી 18-3-2025 સુધીમાં કુલ 2 લાખથી વધુ કેસો કરી કુલ મળી 13 કરોડ 21 લાખ 30 હજાર, 650 રૂપિયાનો રેકોર્ડબ્રેક દંડ વસૂલવામાં આવ્યો હતો. સૌથી વધુ દંડ હેલમેટ નહીં પહેરવા બદલ 1.09,651 કેસો કરી 5,48,25,500નો વસૂલવામાં આવ્યો હતો. બીજા ક્રમે રોંગ સાઈડ વાહન ડ્રાઇવિંગ કરતા વાહનચાલકો સામે 8189 કેસો કરી 1,65,80,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્રીજા ક્રમે બેફામ અને પૂરપાટઝડપે વાહન હંકારતા લોકો સામે 6922 કેસો કરી 1,59,90,900નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પાર્કિંગ નિયમના ભંગ બદલ 24 હજારથી વધુ કેસો કરી 1,41,78,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button