જો વિરોધ થાય તો માનવું કે તમે પ્રગતિના પંથે….: જયેશ રાદડિયાએ નામ લીધા વિના વિરોધીઓને સંભળાવ્યું

અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાતમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થયું અને તે પહેલા અનેક દિગ્ગજ નેતાઓના નામ પ્રધાન મંડળમાં શામેલ થઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી હતી, જો કે અંતે સામે આવેલુ ચિત્ર એકદમ અલગ જ હતું અને જેને જોઇને સૌ કોઇ ચોંકી ઉઠયા હતા. આ અટકળોમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ હતા જેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનું નામ પણ ચર્ચાયું હતું પરંતુ તે પણ અંતે એક અટકળ જ બની રહ્યું હતું. ત્યારે એક જાહેર કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ તેમના વિરોધીઓ વિષે વાત કરી હતી.
મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સેવા સમાજ-મહીસાગર જીલ્લા દ્વારા ખાનપુર ૪૨ લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમસ્ત મહીસાગર જીલ્લા પાટીદાર સમાજ સ્નેહમિલન સમારોહ પ્રસંગે પ્રમુખ સ્થાને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન તેમણે નામ લીધા વિના જ વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે છો.
ઉલ્લેખનીય છે કે પ્રધાન મંડળના વિસ્તરણ સમયે જયેશ રાદડિયાની અટકળ ચાલી હતી, પરંતુ અંતે તેમનું નામ માત્ર અટકળ રહી હતી. પ્રધાન મંડળના વિસ્તરણમાં સ્થાન ન મળ્યા બાદ તેમણે પ્રથમ વખત ખુલ્લીને જાહેર મંચ પરથી કહ્યું હતું કે, સમાજમાં આગળ વધતા નેતાઓ આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં. હાથ ખેંચી આગળ વધારો પગ ખેંચી નીચે ના પછાડો. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે આવડા મોટા સમાજને એટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળી શકતા એ સમાજની સૌથી મોટી કમનસીબી છે.
તેમણે કહ્યું હતું કે, “અનેક સંઘર્ષ પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઉભા થતા હોય છે. બરાબર સેટ થાય ત્યાં એને ખેંચે એટલે વળી નવેસરથી એકડો ઘૂંટવાનો. આવડા મોટા સમાજની કમનસીબી છે જરૂર પડે ન્યાં હાથ ખેંચવા બદલે પગ ખેંચવામાં આવે છે. પગ ખેંચી પાડી દેવાની પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં ચાલે છે આપણે એકે જ સમાજનો ઠેકો લીધો હોય એવું લાગે.
આપણ વાંચો: સુરેન્દ્રનગરમાં છાશ પીધા બાદ 70થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો શિકાર! તંત્ર દોડતું થયું!



