અમદાવાદ

બેંગકોકથી લાવેલો 3.60 કરોડનો ગાંજો મોરબી પહોંચાડે તે પહેલાં જ પોલીસે યુવકને ઝડપ્યો

અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર હવે માદક પદાર્થોની હેરાફેરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. મુંબઈથી લાવવામાં આવતો ગાંજાનો (Hybrid Drugs) જથ્થો મોરબી પહોંચાડવામાં આવે તે પહેલાં અમદાવાદ શહેરમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3.60 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો. વટવા પોલીસે મોરબીના યોગેશ પટેલ, નિધિ અને સાયલી નામની મહિલાઓ સામે ગાંજાની હેરાફેરી મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડ રુપિયાનો ગાંજો પકડાયો, સાત આરોપી ઝડપાયા

ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ
આ પૂર્વે પણ અમદાવાદ શહેરમાંથી હાઈબ્રિડ ગાંજાના જથ્થો ઝડપાયો છે. ત્યારે વટવા પોલીસની ટીમ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે કારમાં બેઠેલા મુસાફરનું ચેકિંગ કર્યું હતું. પેસેન્જરની બેંગ ચેક કરતા તેની પાસેથી ગાંજા જેવો પ્રદાર્થ મળી આવ્યો હતો. વટવા પોલીસ મુસાફરની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી જ્યાં એફએસએલની ટીમને તપાસ માટે બોલાવી હતી. એફએસએલની ટીમે શંકાસ્પદ પ્રદાર્થને ચેક કરતા તે હાઇબ્રીડ ગાંજો હોવાનું જણાયું હતું.

બેંગકોકથી કરોડો રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો
વટવા પોલીસે મુસાફરની ધરપકડ કરી તેની પુછપરછ શરૂ કરી હતી. જેમાં યુવકે તેનું નામ યોગેશ દસાડીયા હોવાનું તેમજ તે મોરબીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તે બેંગકોકથી કરોડો રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો લાવ્યો હતો. તે ગાંજો લઇને મોરબી જઇ રહ્યો હતો જ્યાં તેની પોલીસે ચેકિંગ દરમિયાન ધરપકડ કરી હતી. બેંગકોકમાં રૂપિયા કમાવવાના ઇરાદે યોગેશ અનેક વખત ટ્રીપ મારતો હતો.

વટવા પોલીસે ગુનો નોંધ્યો
વટવા પોલીસ નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ કરતા યોગેશની સાથે અન્ય બે મહિલાની સંડોવણી હોવાનું જણાયું હતું. આ બે મહિલાઓએ યોગેશને રૂપિયા 70,000ની ટ્રીપ આપીને બેગકોંક હાઈબ્રીડ ગાંજો લેવા મોકલ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસે બે ફરાર મહિલાની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button