વર્ષ 2024-25માં ગુજરાતમાંથી કેટલો ટેક્સ ભર્યો કરદાતાઓએ, રિફંડ કેટલું મેળવ્યું?

અમદાવાદ: ગુજરાતના કરદાતાઓએ વર્ષ 2024-25માં અધધ રૂપિયા 1.28 લાખ કરોડ ઇન્કમટેકસ ભર્યો હતો. ગુજરાત ઇન્કમટેકસની આવક રેકોર્ડ બ્રેક રૂપિયા 1 લાખ કરોડને પાર પહોંચી છે. જેમાં કોર્પોરેટ કરતા વ્યક્તિગત કરદાતાઓની આવકમાં આશ્ચર્યજનક વધારો થયો છે. આમ ગુજરાતમાં ગ્રોસ રૂપિયા 1.28 લાખ કરોડની ઇન્કમ ટેકસની આવકમાંથી પહેલી વખત નેટ આવક 1.05 લાખ કરોડને પાર થઈ છે. જેથી ટેક્સ કલેકશન સાથે ગુજરાત દેશના વધુ ટેક્સ કલેકશન કરતા રાજ્યોની અગ્ર હરોળમાં યથાવત રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને તમીલનાડુનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં રૂપિયા 22,935 કરોડના કરદાતાઓએ રિફંડ મેળવ્યા
ગત વર્ષ કરતા ઇન્કમટેસનું 14.37 ટકા વધારે કલેકશન થયું છે. ગુજરાતમાં રૂપિયા 22,935 કરોડના કરદાતાઓએ રિફંડ મેળવ્યા છે. આમ ઇન્કમટેકસ ગુજરાતની ગ્રોસ આવકમાંથી રિફંડ બાદ કરતા પહેલી વખત રૂપિયા 1 લાખ કરોડને આંકડો પાર થયો છે. દેશમાં ઇન્કમટેકસની ગ્રોસ આવક રૂપિયા 27.02 લાખ કરોડની થઇ છે. જેમાં ગત વર્ષ કરતા 15.59 ટકાનો વધારો નોંધાયો છે. ગ્રોસ આવકમાંથી ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે કોર્પોરેટ કંપનીઓને રૂપિયા 2.85 લાખ કરોડ અને વ્યક્તિગત કરદાતાઓને રૂપિયા 1.90 લાખ કરોડનું રીંફડ આપ્યું છે. આમ કુલ રૂપિયા 4.76 કરોડનું રિફંડ આપી ઇન્કમટેક્સને નેટ આવક રૂપિયા 22.26 કરોડ થઇ છે. જે નેટ આવકમાં ગત વર્ષ કરતા 13.57 ટકા વધારો થયો છે.
ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થયો
ઇન્કમટેકસને નેટ કલેકશનમાં કોર્પોરેટ કંપનીઓનો રૂપિયા 9.86 કરોડની સામે વ્યક્તિગત કરદાતાઓનો રૂપિયા 11.82 કરોડનો ટેકસ મળ્યો છે. તાજેતરમાં ઇન્કમટેકસના આંકડા મુજબ ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતની ઇકોનોમી ગ્રોથ તેના કરદાતાઓ અને આવકના આંકડા પરથી નક્કી થતું હોય છે. ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થઇને હાલમાં 1,34,25,401 કરોડ કરદાતાઓ નોંધાયા છે. ઇન્કમટેકસ ઇ-ફાઇલિંગ પોર્ટલ અનુસાર ચાલુ નાણાં વર્ષમાં તારીખ 1 એપ્રિલ 2024થી 31 જાન્યુઆરી 2025 દરમિયાન આવકવેરા રિટર્ન ફઆિલ કરનારા કરદાતાઓની સંખ્યામાં 6.9 ટકા વધીને કુલ સંખ્યા 9 કરોડને વટાવી ચુકી છે.
આપણ વાંચો: સુરતમાં 5 બાળકે રમત-રમતમાં ચપ્પુના ઘા ઝીંકી 16 વર્ષીય કિશોરની કરી નાખી હત્યા