મતદાર યાદી વેરિફિકેશનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલા મતદારો મૃત નીકળ્યા? આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થયાને 10 દિવસથી વધારે સમય થઈ ગયો છે. એક મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ સમય દરમિયાન 182 વિધાનસભા દીઠ મૃત અને કાયમી સ્થળાંતરીત મતદારોના નામની અલગથી યાદી તૈયાર કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ મૃત લોકોના યાદીમાં મોખરે છે. રાજ્યમાં કુલ મૃત મતદારોની સંખ્યા 142930 છે. અમદાવાદમાં 27324, વડોદરામાં 17628 અને રાજકોમાં 9312 મૃત મતદારોના નામ લિસ્ટમાં છે.
કયા જિલ્લામાં કેટલા મૃત મતદારો
સોમનાથમાં 2707, ભાવનગરમાં 5777, રાજકોટમાં 9312, બોટાદમાં 654, સુરેન્દ્રનગરમાં 1596, અમરેલીમાં 1370, મોરબીમાં 1112, જામનગરમાં 2360, જૂનાગઢમાં 3507, દ્વારકામાં 1271, પોરબંદરમાં 1128, પાટણમાં 3619, બનાસકાંઠામાં 4650, ડાંગમાં 90, ખેડામાં 8722, સાબરકાંઠામાં 2944,આણંદમાં 7156, કચ્ચમાં 5773, છોટાઉદેપુરમાં 1399, તાપીમાં 814, મહિસાગરમાં 2419, વડોદરામાં 17628, મહેસાણામાં 3087, વલસાડમાં 2272, પંચમહાલમાં 2695, અરવલ્લીમાં 2131, નવસારીમાં 2622, ભરૂચમાં 5179, ગાંધીનગરમાં 2455, અમદાવાદમાં 27324, નર્મદામાં 831, સુરતમાં 5303 મૃત મતદારો છે.
ચૂંટણી પંચે ગુજરાતમાં 99 ટકા મતદારોનું મેપિંગ એન્યુમરેશન ફોર્મ વિતરણ પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે. આ ફોર્મ મતદાર યાદીમાં રહેલા મતદારક દર્શાવેલા સરનામે રહે છે કે કેમ તેની ખરાઈ-હયાતીને અધિકૃત કરતું સોગંદનામું છે. સૂત્રોના કહેવા પ્રમાણે, રાજ્યમાં પાંચ કરોડ આઠ લાખ મતદારો નોંધાયેલા છે. તેમાંથી મૃત્યુ પામેલા, સ્થળ પર રહેતા ન હોય તેવા, વિદેશમાં હોય તેવા અને બબ્બે સ્થળે મતાધિકાર ધરાવતાં લાખો મતદારોના નામ કમી થઈ શકે છે. મતદારો 9 ડિસેમ્બરે પોતાનું નામ ડ્રાફ્ટ યાદીમાં છે કે કેમ તે ચેક કરી શકશે.



