અમદાવાદ

ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓના બન્યા છે અપાર કાર્ડ? જાણો કેવી રીતે બનાવશો આ કાર્ડ

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં વન નેશન વન સ્ટુડન્ટ આઈડી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓનું અપાર આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેની મદદથી દેશભરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. આ આઈડીમાં વિદ્યાર્થી તમામ શૈક્ષણિક વિગત સચવાઈ રહે છે. રાજ્યમાં હાલ અપાર આઈડીની 58 ટકા જેટલી કામગીરી થઈ છે. હાલ નવા અપાર આઈડી જનરેટ કરવાની કામગીરી ઠપ થઈ છે.

કોઈપણ વિદ્યાર્થી જ્યારે કોઈપણ જગ્યાએ ઉચ્ચ શિક્ષણ માટે જાય ત્યારે અપાર આઈડી નાખે અત્યારે તેનો એજ્યુકેશન રિપોર્ટ સીધો મળી જતો હોય છે. વિદ્યાર્થી પણ પોતાનો આ એજ્યુકેશન રેકોર્ડ અપાર આઈડી ની મદદથી કોઈપણ જગ્યાએ બતાવી શકે છે. અપાર કઢાવવા માટે વિદ્યાર્થીઓ યુડીઆઈએસઈ નંબર, વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, જાતિ, મોબાઈલ નંબર, માતાનું નામ, પિતાનું નામ અને આધારકાર્ડ મુજબનું નામ સહિતની વિગતો નાંખવાની હોય છે. એક વખત અપાર આઈડી નીકળી જાય બાદમાં ઉચ્ચ શિક્ષણ સુધીની વિદ્યાર્થીઓની તમામ વિગતો સચવાય રહે છે.

અપાર આઈડી કેવી રીતે બનાવશો

અપાર કાર્ડનું પૂરું નામ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (Automated Permanent Academic Account Registry) છે. સરકાર બાળકો માટે 12 અંકનું આઈડી કાર્ડ બનાવશે, જે બાળપણથી લઈને તેમના અભ્યાસના અંત સુધી કાયમી રહેશે. જો તે શાળા બદલશે, તો પણ તેનું અપાર આઈડી કાર્ડ એ જ રહેશે. આ તેમના આધાર કાર્ડથી થોડું અલગ હશે અને તેને એકબીજા સાથે લિંક કરવામાં આવશે. આમાં, તેમની તમામ માહિતી આપોઆપ બદલાઈ જશે.

આપણ વાંચો:  ગુજરાતમાં પ્રથમ વખત પેટ્રોલ કરતાં સીએનજી વાહનનું વેચાણ વધ્યું, જાણો શું છે કારણ

અપાર કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ડિજિલોકર પર એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. આ સાથે વિદ્યાર્થીનું ઇ-કેવાયસી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને તેમની શાળાઓ અથવા કોલેજો દ્વારા અપાર કાર્ડ આપવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન બાળકોના માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. માતા-પિતા કોઈપણ સમયે તેમની સંમતિ રદ કરી શકે છે. શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓને એક અરજી ફોર્મ આપવામાં આવશે, જે તેઓ તેમના માતાપિતા દ્વારા ભરીને સબમિટ કરી શકશે. માતા-પિતાની સંમતિ બાદ જ શાળાઓ કે કોલેજો બાળકોના અપાર કાર્ડ બનાવી શકશે. આ કાર્ડ બનાવવા માટે એક પણ પૈસો ચૂકવવી પડતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button