
અમદાવાદ: પશ્ચિમ રેલવે આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
Also read : શકિતપીઠ Ambaji મંદિરથી ગબ્બર સુધી 1200 કરોડના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાશે
ટ્રેન નં. 09411/09412 અમદાવાદ-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (કુલ 36 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 01 માર્ચથી 28 જૂન 2025 સુધી દર શનિવારે અમદાવાદથી 20.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13.00 વાગ્યે ગ્વાલિયર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 2 માર્ચ થી 29 જૂન 2025 સુધી દર રવિવારે ગ્વાલિયર થી 16.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બન્ને દિશાઓમાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09411 માટે બુકિંગ 28 ફેબ્રુઆરી, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.