અમદાવાદમાં વધુ એક Hit & Run, વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે યુવકને અડફેટે લીધો

અમદાવાદઃ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો. બાઈક સવાર યુવકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ થયું હતું. આજે સવારે વિજય ચાર રસ્તા પાસેથી ગાંધીનગરનો રહેવાસી રામચંદ્ર રાય નામનો યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ખાનગી બસ ફુલ ઝડપે આવી રહી હતી અને તેણે બાઈકચાલકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો. આ સમગ્ર બનાવમાં બાઈકચાલક નીચે પટકાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો…અકસ્માતની બે ઘટનામાં 9 લોકોના મૃત્યુ, એક જ પરિવારના છ લોકોએ ગુમાવ્યો જીવ
ઘટના બન્યા બાદ ડ્રાયવર બસ મુકીને ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે સીસીટીવીની મદદથી આરોપી કઈ તરફ ભાગ્યો તેને લઈ તપાસ હાથ ધરી હહતી. ઘટના બનતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા. સ્થાનિ નિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત થયો તે સમયે બસની સ્પીડ વધારે હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આવા અકસ્માતો અમદાવાદમાં વાંરવાર બનતા હોય છે તેમ છતાં વાહન ચાલકો તેમના વાહનની સ્પીડને કાબુમાં રાખી શકતા નથી,ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીને પોલીસ કયારે ઝડપી પાડે છે.
હિટ એન્ડ રનના કેસમાં સજાની શું છે જોગવાઈ
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર અકસ્માત થાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.