Ahmedabad ના મેમનગરમા હિટ એન્ડ રનની ઘટના, સાત લોકો ઘાયલ…
![What is happening in Kutch? Where are the animal lovers? Another incident of such cruelty with Nandi](/wp-content/uploads/2025/01/Fatal-accident-in-Jalna.webp)
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મેમનગર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે 7 વાહનોને એક પછી એક અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં 7 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. જેમાં એક એક વૃદ્ધા સહિત બે લોકોની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરોપીની કારમાં દારૂની બોટલ હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે.
Also read : Gujaratમાં હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવા હાઇકોર્ટની તંત્રને તાકીદ
પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી
જોકે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે હિટ એન્ડ રનની ઘટના અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી આ કાર કોની હતી અને કોણ ચલાવતું હતું તે અંગે કોઇ માહિતી સાંપડી નથી. જોકે, પોલીસે પ્રત્યક્ષદર્શીઓનો નિવેદનના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.