Asaram ની છ મહિનાના હંગામી જામીન અરજી મામલે હાઇકોર્ટનો ચુકાદો અનામત

અમદાવાદઃ આસારામે(Asaram) ફરી એક વખત છ મહિના માટે હંગામી જામીનની અરજી કરી હતી, જામીનની દાદ માંગતી અરજી પર હાઇકોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બેન્ચે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો. વર્ષ 2013ના બળાત્કાર કેસમાં 2023માં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં આસારામ બાપુને તબીબી કારણોસર 31મી માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.
આ પણ વાંચો: આસારામ પરની ડોક્યુમેન્ટરીને લઈને ડિસ્કવરીના સ્ટાફને ધમકીઓ; SCએ કર્યો સુરક્ષા આપવાનો આદેશ
જામીન આપવા માટે ફીટ કેસ માન્યો હતો.
આસારામ વતી હાજર રહેલા સિનિયર એડવોકેટે દલીલ કરતાં સુપ્રીમ કોર્ટના જાન્યુઆરીના આદેશની જાણ હાઇકોર્ટને કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેમની સમક્ષ થયેલી અરજીને ગુણદોષના આધારે મૂલવી નહોતી, પરંતુ તબીબી કારણોસર વચગાળાના જામીન આપવા માટે ફીટ કેસ માન્યો હતો.
અરજદારને સર્જરી અંગે પણ પૂછવામાં આવે છે
તેમણે કોર્ટ સમક્ષ આસારામ નવેમ્બરથી લઇને આ વર્ષે જાન્યુઆરી સુધીમાં હોસ્પિટલમાં દાખલ સારવાર માટે દાખલ થયા હતા તેની લિસ્ટ દર્શાવી હતી. અને એઈમ્સ જોધપુરના એક અહેવાલ તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. જેમાં એવું તારણ હતું કે દર્દીને કોરોનરી આર્ટરીની બીમારી હોવાથી તે ‘હાઇ રિસ્ક કેટેગરી’માં આવે છે. ત્યારબાદ તેમણે ફેબ્રુઆરીના બે મેડિકલ રિપોર્ટ્સ તરફ ધ્યાન દોર્યું અને રજૂ કર્યું કે આસારામને ખાસ નર્સિંગ કેર, દેખરેખ, નિયમિત ફોલો-અપ માટે એન્ડોક્રિનોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટની જરૂર છે. ત્યારબાદ તેમણે રજૂઆત કરી હતી કે ‘ડોક્ટરોનો મક્કમ અભિપ્રાય’ છે કે આસારામને પંચકર્મ ઉપચારની જરૂર છે. જે 90 દિવસનો કોર્સ છે. વધુમાં એવી દલીલ આસારામ તરફથી કરવામાં આવી હતી કે,‘અરજદારને સર્જરી અંગે પણ પૂછવામાં આવે છે.
તેમની સ્થિતિ જીવલેણ સ્થિતિ છે
આસારામ તરફથી એવી રજૂઆત પણ થઇ હતી કે, અરજદારના સ્વાસ્થ્ય અંગે અનેક તપાસ કરવામાં આવી છે અને બધા નિષ્ણાતોની સલાહ અને રિપોર્ટમાં એક સામાન્ય સ્થિતિ એ તો છે કે તેમની સ્થિતિ જીવલેણ સ્થિતિ છે. અથવા અરજદારની સ્થિતિ અથવા સ્વાસ્થ્ય બિલકુલ સારું નથી.
આસારામ ફક્ત એક જ દિવસ ઓપીડીમાં ગયા હતા
રાજ્ય સરકાર તરફથી વકીલે દલીલ કરી હતી કે એવું નથી કે રાજ્ય દોષિતના સ્વાસ્થ્ય પ્રત્યે અસંવેદનશીલ છે. નવેમ્બર-જાન્યુઆરીથી હોસ્પિટલમાં દાખલ થવાનો સમય 141 દિવસ રહ્યો હતો અને લગભગ 15 વખત તેમની ગંભીર સ્થિતિ થતાં પણ તેમને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી હતી. સુપ્રીમ કોર્ટે 31 મી માર્ચ સુધી તબીબી કારણોસર આસારામના વચગાળાના જામીન આપ્યા હતા.
હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી
તેથી સુપ્રીમ કોર્ટે તેમને વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી. તેથી તેમણે તબીબી કારણોસર વચગાળાના જામીન લંબાવવાની સ્પષ્ટ જરૂરિયાત દર્શાવવી પડશે. તેને કોર્ટ સમક્ષ આ જરૂરિયાત દર્શાવવી ખૂબ જ જરૂરી છે. રેકોર્ડ પર મુકવામાં આવેલું એઈમ્સ જોધપુર પ્રમાણપત્ર સહી વગરનું હતું અને એવું લાગે છે કે આસારામ ફક્ત એક જ દિવસ ઓપીડીમાં ગયા હતા.