ટ્રાફિક નિયમોના પાલન કરવા મુદ્દે તંત્રની ઉદાસીનતા, હાઈ કોર્ટે ફટકાર લગાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે ટ્રાફિકના નિયમોનો અમલ કરવામાં નરમાઈ દાખવવા બદલ શહેરના સત્તાવાળાઓની આકરી ટીકા કરી હતી.
કોર્ટે અવલોકન કર્યું હતું કે, જ્યારે મામલો કોર્ટ સમક્ષ આવે છે ત્યારે જ અધિકારીઓ ઊંઘમાંથી ત્યારે જ જાગે છે અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ગેરકાયદે પાર્કિંગ અને રોડ પરના અતિક્રમણોને અટકાવવાના અગાઉના આદેશોનો અમલ કરવા માટે માત્ર ન્યાયતંત્રના દબાણ હેઠળ જ પગલાં લે છે.
ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટના નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક ઉલ્લંઘન સામેની વર્તમાન કાર્યવાહી નિયમિત રીતે-છૂટાછવાયા નહીં પણ સતત ચાલુ રાખવી જોઈએ. આ ટિપ્પણીઓ એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અવમાનના અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.
આપણ વાંચો: નવા વર્ષની ઉજવણી: મુંબઈમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 17,800 વાહનચાલકો દંડાયા
આ અરજીમાં ટ્રાફિક જામ, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને રખડતા ઢોરના ત્રાસ જેવા સતત ચાલુ રહેલા મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું હતું.
સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, સત્તાવાળાઓએ અમદાવાદના સાત ઝોનમાં મુખ્ય રસ્તાઓની ઓળખ કરી છે અને ગેરકાયદે પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે. દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. તેમણે કોર્ટને ખાતરી આપી કે રોંગ સાઇડમાં વાહન ચલાવનારા ગુનેગારોને દંડ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રયાસો વધુ સઘન રીતે ચાલુ રહેશે.
ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે સિત્તેર આદેશો પહેલેથી જ પસાર થઈ ચૂક્યા છે, અને આ આદેશ માત્ર તે વધતી જતી ફાઇલમાં ઉમેરો કરે છે