અમદાવાદ પોલીસ અને AMC પર હાઈકોર્ટ લાલધુમ; કહ્યું આદેશોનું પાલન કરો નહિતર…
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે છેલ્લા છ વર્ષમાં આપેલા આદેશોનો અમલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ અમદાવાદ મહાનગર પાલિકા અને શહેર પોલીસની આકરી ટીકા કરી હતી. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, જ્યારે સુનાવણીમાં મામલો આવે ત્યારે જ પ્રગતિ દર્શાવાય છે. કોર્ટે અવમાનનાની કાર્યવાહીની ચેતવણી આપીને સત્તાધિશોને તેનું પાલન કરવા માટે અંતિમ તક આપી હતી. આ મામલે વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવી છે.
Also read : કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતો રાખે આ અગમચેતી, હવામાન વિભાગે આપી સૂચના…
હાઈકોર્ટે કરી ટકોર
હાઈકોર્ટના આદેશોનો અમલ નહીં કરવા અંગે વકીલ અમિત પંચાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી યોજાઈ હતી. જેમાં તૂટેલા રસ્તાઓ, દબાણ અને ટ્રાફિકની ભીડ જેવા મુદ્દાઓ પર હાઈકોર્ટના આદેશનો અમલ નહીં થયા અંગે દલીલો કરવામાં આવી હતી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, પોલીસ તેનું કામ કરતી નથી અને માત્ર મૂક પ્રેક્ષક બનીને ઉભી રહે છે.
Also read : જૂનાગઢમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર, નેતાઓ થયા દોડતાં
છેલ્લા છ વર્ષથી કોર્ટમાં છે કેસ
વકીલ અમિત પંચાલે કોર્ટમાં જણાવ્યું હતું કે, આ કેસ છેલ્લા છ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં 102 સુનાવણીઓ યોજાઈ છે અને 62 આદેશો આપવામાં આવ્યાં છે. જેનો તંત્ર દ્વારા હજી સુધી અમલ કરવામાં આવ્યો નથી. તેમણે ગેરકાયદેસર પાર્કિગ અને દબાણો સહિતના મુદ્દાઓ પર કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેથી જવાબદાર અધિકારીઓ સામે આરોપો ઘડવા અને કોર્ટની અવમાનના અંગે કાર્યવાહી કરવા કોર્ટને વિનંતી કરી હતી.