દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ; ૮ ગેટ ખોલી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકાઓમાંમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 1.30 ઇંચ પડ્યો હતો. ડેડીયાપાડામાં 1.14 ઇંચ, સુબીરમાં 0.94 ઇંચ, આહવામાં 0.79 ઇંચ, ઝઘડિયામાં 0.71 ઇંચ, માંગરોળ અને બારડોલીમાં 0.59 ઇંચ તેમજ નાંદોદ અને ચોર્યાસીમાં 0.55 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
તાપી જિલ્લાના અનેક તાલુકામાં ગત રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના વ્યારા,વાલોડ,ડોલવણ સહિતના પંથકમાં વરસાદપડ્યો હતો. તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા શહેરના બાહુબલી નવરાત્રી મહોત્સવમાં વરસાદ વિઘ્ન બન્યો હતો પરંતુ તે ખેલૈયાઓ રોકી શક્યો નહોતો. ચાલુ વરસાદે ખેલૈયાઓ રાસ રમ્યા હતા.
રાજ્યના હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પડે રહેલા ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા,ખાપરી અને ગિરા નદી પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગિરા ધોધએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર ૦.૮૪ ફૂટ દૂર છે. ડેમમાંથી તાપી નદીમાં ૯૮,૮૬૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના ૨૨ પૈકી ૮ ગેટ ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ડાંગ, વલસાડ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આપવામાં આવ્યું છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…નોરતા પર મેઘાનું ‘ગ્રહણ’ આજથી ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી