અમદાવાદમાં સવાર સવારમાં મેઘરાજાની મહેરઃ જિલ્લામાં પણ સારો વરસાદ | મુંબઈ સમાચાર

અમદાવાદમાં સવાર સવારમાં મેઘરાજાની મહેરઃ જિલ્લામાં પણ સારો વરસાદ

અમદાવાદઃ સતત બફારા અને ગરમીથી ત્રસ્ત અમદાવાદીઓને રવિવારે મેઘરાજાએ થોડી રાહત આપી હતી. શનિવારે મોડી રાતથી શહેરમાં વરસાદ વરસ્યો હતો જ્યારે સવારથી શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા લોકોને થોડી રાહત મળી હતી. અમદાવાદના અમુક વિસ્તારોમાં ચાર ઈંચ જેટલો વરસાદ સવારે ત્રણ-ચાર કલાકોમાં વરસી ગયો હતો. જેને લીધે ફરી અમદાવાદ પાલિકાના દાવાઓ પર પાણી ફરી વળ્યું હતું. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો છે.
અમદાવાદ જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે. અમદાવાદના દસક્રોઈમાં સવારે છથી દસ વાગ્યા સુધીમાં ચાર ઈંચ, બાવળામાં ત્રણ ઈંચ, ધોળકામાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંતના સો કરતા વધુ તાલુકાઓમાં એક ઈંચ આસપાસ વરસાદ નોંધાયો હતો.

આપણ વાંચો:  ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર; ઉત્તર ગુજરાતમાં ધોધમાર, અમદાવાદમાં ઝરમર વરસાદ

આ ઉપરાંત ખેડાના મહેમદાવાબાદમાં સવારે ચાર કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખેડા સહિત પાટ, નવસારી વગેરે જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે.

જોકે સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની જરૂર છે, પરંતુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button