ગુજરાતના 47 તાલુકામાં મેઘમહેર: વલસાડમાં 1.85 ઇંચ ખાબક્યો! રાજ્યમાં સરેરાશ 34.36% વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં અષાઢ મહિનાના પ્રારંભે જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. 10 વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો હતો. વલસાડના કપરાડામાં 1.85 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તે સિવાય તાપીના કુકરમુંડામાં 0.75 ઇંચ, ડાંગના સુબીરમાં 0.59 ઇંચ, સાબરકાંઠાના વિજયનગરમાં 0.55 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં સરેરાશ 34.36 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. પ્રદેશવાર વાત કરવામાં આવે તો કચ્છમાં 32.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 25.54 ટકા, પૂર્વ ગુજરાતમાં 36.27, સૌરાષ્ટ્રમાં 35.13 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 37.12 ટકા વરસાદ પડ્યો છે. આજ સવારથી જ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ રહેવા પામ્યો હતો. તાપી જિલ્લાના પડેલા વરસાદને પગલે કુકરમુંડા ગામ નજીક આવેલો વાલ્હેરી ધોધ સક્રિય થયો હતો, જેને પ્રવાસીઓમાં આકર્ષણ ઊભું કર્યું છે.
આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, નવસારી, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવાં આવ્યું છે. તે સિવાયના સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આ દરમિયાન આગામી ત્રણ કલાક માટે 15 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ગુજરાતમાં અષાઢ જામ્યો: ૧૬૦ તાલુકાઓમાં મેઘમહેર, કડી-વિરમગામમાં 3 ઈંચથી વધુ વરસાદ