અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવાની શરૂઆત થઈ

અમદાવાદઃ શહેરમાં સૌથી વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની શરૂઆત થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 4 કરોડન ખર્ચે આ બ્રિજે તોડવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ખોખરા છેડા તરફથી બ્રિજને તોડવાની શરૂઆત થઈ હતી. આ બ્રિજને તબક્કાવાર તોડી પાડવામાં આવશે.
સૌથી પહેલા ડામરનો રોડ તોડવામાં આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાટકેશ્વર બ્રિજને તોડવા માટેની મંજૂરી આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરી ઉતારવામાં આવી હતી. સૌપ્રથમ બ્રિજ ઉપર જ્યાં પણ ડામરનો રોડ છે તે તમામ રોડને તોડવામાં આવશે. બ્રિજનો કાટમાળ નીચે ન પડે તે માટે બ્રિજની સાઇડની તરફ ઊંચા પતરા અને ગ્રીન નેટ બાંધવામાં આવી હતી.
આપણ વાંચો: અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તૂટશે, મુમતપુરા ફ્લાયઓવર પર તિરાડો; જવાબદારો સામે કાર્યવાહીનો અભાવ
બ્રિજ તોડવાનો કેટલો ખર્ચ થશે
બ્રિજ તોડવાનો કુલ ખર્ચ રૂ. 8 કરોડ જેટલો થશે. પરંતુ ચાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ બ્રિજ તૂટવાના કારણે જે રો-મટિરિયલ અને અન્ય વસ્તુઓ નીકળશે જે તમામ સામાન કોન્ટ્રાક્ટર કંપની દ્વારા લઈ જવામાં આવશે. જેના કારણે બ્રિજને તોડવા માટેનો ખર્ચ માત્ર રૂ. 4 કરોડ રૂપિયા કોર્પોરેશનને ચૂકવવો પડશે. આગામી છ મહિનામાં બ્રિજ તૂટી જશે.