હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ | મુંબઈ સમાચાર
અમદાવાદ

હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ

અમદાવાદઃ ભાજપના વિરમગામના ધારાસભ્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા. તેણે કરેલી એક પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ હતી. જે બાદ હાર્દિક પટેલે બીજી પોસ્ટ કરી હતી. હાર્દિકે સોશિયલ મીડિયા પરથી આ તીર કોના તરફ છોડ્યું હતું તેને લઈ રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી.

હાર્દિકે શું લખ્યું છે પોસ્ટમાં

હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું કે, અમે શાંત છીએ સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો. કેમ કે આ શરૂઆત છે અંત નહીં. બીજી પોસ્ટમાં તેણે લખ્યું, આજકાલ અમુક લોકો એટલા ફ્રી છે કે ગમે ત્યાંથી સમાચાર શોધી લે છે, હવે તો ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપમાં સુવિચાર પણ મૂકાય તેમ નથી તરત જ સમાચારમાં આવી જવાય છે

આ પણ વાંચો: હાર્દિક પટેલ હાજર ન થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફરી ધરપકડ વોરંટ જાહેર કર્યું

હાર્દિક પટેલના આ શબ્દો હાલ તીરની જેમ છૂટ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, આખરે આ શબ્દોનો ઈશારો કોના તરફ છે. હાર્દિક પટેલ કોને ગર્ભિત ચેતવણી આપી રહ્યાં છે. પરંતું તરત બીજા દિવસે હાર્દિક પટેલે આ પોસ્ટને સુવિચાર ગણાવ્યો હતો.

થોડા સમય પહેલા જ ઉપવાસની આપી હતી ચીમકી

થોડા સમય પહેલા જ વિરમગામના ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકાર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા અપીલ કરી હતી. તેમની ચીમકી બાદ વિરમગામમાં અધિકારીઓ દોડતા થયા હતા અને સમસ્યાઓને ત્વરિત હાથમાં લેવાઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button