અમદાવાદઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને ‘સ્માર્ટ હોમ્સ’ માં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાનના દિશાનિર્દેશનમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો : ઉત્તરાયણ પર્વને પગલે સુરત પોલીસનું જાહેરનામું; નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી
25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે
વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે. ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે. આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ સ્ટેક, ગવર્મેન્ટ ટુ સિટિઝન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો : ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાત બન્યું “ટાઢુંબોળ”
આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે
આ ઉપરાંત, ઓનલાઇન એજ્યુકેશન (ઇ-એજ્યુકેશન), કૃષિ કે ખેતીવાડી માટે આઈઓટી સોલ્યુશન્સ, ઇ-એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઇ-હેલ્થ અને ટેલિ-મેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘરબેઠા જ ઉપલબ્ધ થઈ શકશે. આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને ‘સ્માર્ટ હોમ્સ’ રૂપાંતરિત કરવામાં આવશે. આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો પ્રદાન કરશે.