અમદાવાદ

આવતીકાલે ગુજરાતમાં ભાજપની વકફ સંશોધન બિલ મુદ્દે મહત્વની બેઠક…

અમદાવાદઃ સત્તા પક્ષ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં વક્ફ સંશોધન બિને બહુમત સાથે પસાર કરવામાં આવ્યું અને તેના પર રાષ્ટ્રપતિએ સહી કરતા તે કાયદો પણ બની ગયો હતો. આ બિલને ગ્રાઉન્ડ ઉપર લઇ જવા માટે ભાજપ ખાસ તૈયારીઓ કરી રહ્યું છે. નોંધનીય છે કે, અત્યારે દેશભરમાં પ્રત્યેક રાજ્ય વાઇઝ ત્રણ લોકોની ટીમ બનાવી છે. આ ત્રણેય લોકોને વક્ફ સંશોધન બિલ અંગેના લેખ-જોખા ગ્રાઉન્ડમાં ઉતારે તે માટેની પેનલ બનાવી છે.

રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે
નોંધનીય છે કે, આ બિલને લઈને ભારતના અનેક રાજ્યોમાં કેટલાય મુસ્લિમોએ વિરોધ પ્રદર્શનો કર્યાં હતા. બંગાળમાં તો હિંસા થઈ હોવાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યાં હતાં. જેથી આ બિલમાં શું સંશોધન કરવામાં આવ્યું છે? તેની સમજ આપવા માટે ભાજપ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, આવતી કાલે પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને યોજાશે. વક્ફ સંશોધન બિલ અંગેની બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો, પ્રદેશના પદાધિકારીઓ તેમજ જિલ્લા પ્રમુખોને પણ હાજર રહેવા માટેનું ફરમાન કરવામાં આવ્યું હતું.

જાગૃતિ અભિયાન માટેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાશે
બેઠકમાં વક્ફ બિલ અંગેના જાગૃતિ અભિયાન માટેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં પણ ત્રણ સંયોજકની નિયુક્તિ કરી છે. જેમાં બે હિંદુ નેતા અને એક મુસ્લિમ સમુદાયમાંથી આવતા નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ સંયોજકના નામની વાત કરવામાં આવે તો, ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર, અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ અને લઘુમતી મોરચાના અનવર હુસેન શેખનો જાગરણ સમિતિ બોર્ડના સભ્ય તરીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આવતી કાલે ગાંધીનગર કમલમ્ ખાતે બેઠક યોજાશે
સમગ્ર દેશમાં સંશોધન બિલ અંગેના કાર્યક્રમના સંયોજક તરીકે નિયુક્ત કરેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહન અગ્રવાલની અધ્યક્ષતામાં કાલે ગાંધીનગર કમલમ્ ખાતે બેઠક મળશે. જેમાં વક્ફ બિલ અંગેના તથ્યો તેમજ સત્યો લોકો સુધી કેવી રીતે પહોંચે તે અંગેની કાર્યશાળામાં રૂપરેખા તૈયાર કરવામાં આવશે. વાસ્તવમાં વક્ફ સંશોધન બિલ શું છે? તેની સાચી સમજ આપવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે, આ બેઠકમાં કેવી રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

આપણ વાંચો : વક્ફ કાયદા વિરુદ્ધ ‘સુપ્રીમ’માં સુનાવણીઃ કેન્દ્ર સરકારને નોટિસ જારી, સરકારે કહ્યું વક્ફ કાયદાનો ઉદ્દેશ સંપત્તિના નિયમનનો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button