
અમદાવાદઃ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા લોકો ફરવા વિદેશ જાય છે. આ માટે પાસપોર્ટની જરૂર પડે છે. અમદાવાદના બાપુનગરમાં આવેલા વ્હાઈટ હાઉસ ખાતે બની રહેલા ગુજરાતના સૌથી મોટા પાસપોર્ટ કેન્દ્રની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. થોડા સપ્તાહમાં તે શરૂ થઈ જાય તેવી શક્યતા છે. આ પાસપોર્ટ કેન્દ્ર 1500 અરજદારોની ક્ષમતાવાળું હશે.
Also read : ગુજરાતમાં શિયાળાની વિદાય, ગરમી માટે તૈયાર રહેવાની આઈએમડીએ આપી ચેતવણી
આ વિસ્તારના લોકોને થશે ફાયદો
આ કેન્દ્ર શરૂ થયા પછી મીઠાખળી ખાતેનું પાસપોર્ટ કેન્દ્ર બંધ કરવામાં આવશે, જોકે વિજય ચાર રસ્તા પાસેનું કેન્દ્ર ચાલુ રહેશે.
અમદાવાદ પૂર્વમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થતાં બાપુનગર, નિકોલ, નરોડા, ઈસનપુર, મણિનગર, વસ્ત્રાલ, ખેડા, આણંદ, નડિયાદ અને હિંમતનગર તરફથી આવતાં લોકોને રાહત મળશે.
કોણ કરશે ઉદ્ઘાટન
આ પાસપોર્ટ સેવા કેન્દ્રના ઉદ્ઘાટન માટે વિદેશ મંત્રી એસ જયશંકર અથવા જોઈન્ટ સેક્રેટરી કે.જે.શ્રીનિવાસા તથા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સ્થાનિક ધારાસભ્ય હાજર રહે તેવી શક્યતા છે.
કેટલા કાઉન્ટર હશે
મીઠાખળી સ્થિત પીએસકેમાં ટોકન લઈ ત્રણ વિંગ પૈકી એ વિંગમાં 19 કાઉન્ટર, બી વિંગમાં 6 કાઉન્ટ તથા સી વિંગમાં 5 કાઉન્ટર છે. જેમાં દરરોજ 800 અરજદારો પાસપોર્ટ ડોક્યુમેન્ટ સબમિટ કરવા આવે છે. અરજદારોને બસવા જગ્યા હોતી નથી અને કલાકો સુધી ઉભા રહેવું પડે છે. જ્યારે બાપુનગરના પાસપોર્ટ કેન્દ્રમાં એ વિંગના 30થી 35 કાઉન્ટરમાં ડોક્યુમેન્ટ અને ફિંગર લેવાશે. જ્યારે બી વિંગના 10 કાઉન્ટર પરથી ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવામાં આવશે. જ્યારે સી વિંગના 6 કાઉન્ટર પરથી અંતિમ ફાઈલ ગ્રાન્ટ કરવામાં આવશે.
Also read : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેમ્પ યોજતી હૉસ્પિટલોએ કરવું પડશે આ કામ, જાણો વિગત
હાલ મીઠાખળી સ્થિત આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર પાર્કિંગ નાનું છે. પાસપોર્ટ માટે આવેલા લોકોને વાહન પાર્ક કરવા માટે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને પશ્ચિમમાં આવવું પડતું હોવાથી આખો દિવસ બગડચો હતો. નોકરિયાત વર્ગે રજા મૂકવી પડતી હતી. આ બધી સમસ્યાને ધ્યાનમાં લઈ અમદાવાદના બાપુનગરમાં નવું પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.