અમદાવાદ

ગુજરાતીઓનો ઉત્તર ભારતના પ્રવાસન સ્થળોનું બુકિંગ થયો ઘટાડો, જાણો કારણ?

અમદાવાદઃ ઉનાળા દરમિયાન ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ફરવા જાય છે. ગુજરાતમાં આ વર્ષે ધાર્મિક બુકિંગમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. શ્રદ્ધાળુઓ દર વર્ષે ટુર ઓપરેટર્સ અને ખાનગી બસ કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં યાત્રીએ જાય છે. સામાન્ય રીતે શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા અને કૈલાશ માનસરોવરની યાત્રા પર પસંદગી કરે છે. જે બાદ અયોધ્યા અને કાશીનો નંબર આવે છે.

જોકે, આ વર્ષે તીર્થયાત્રા સર્કિટ પર બ્રેક લાગી હતી. ઉનાળાની રજાઓ દરમિયાન પ્રતિકૂળ હવામાન અને સરહદ પર તણાવ વચ્ચે ગુજરાતમાંથી ધાર્મિક પ્રવાસે જતા શ્રદ્ધાળુોની સંખ્યામાં 20 ટકા જેટલો ઘટાડો થયો હતો. જે સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળતા ટ્રેન્ડથી વિપરિત છે.

આ કારણે પણ નથી ચાર ધામ યાત્રામાં રસ

ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે ફરજિયાત આધાર-આધારિત ઓથોન્ટિકેશનનો નવો આદેશ કર્યો હતો. જેના કારણે પણ યાત્રાળુઓ ચાર ધામ યાત્રા માટે ખાસ રસ દાખવ્યો નહોતો. આ ઉપરાંત વરસાદ અને ભૂસ્ખલન જેવી ઘટનાના કારણે પણ શ્રદ્ધાળુઓએ ખાસ રસ દાખવ્યો નહોતો. સૂત્રોના કહેવા પ્રમાણે, ઉનાળા દરમિયાન સામાન્ય રીતે ગુજરાતમાંથી ચાર ધામ યાત્રા માટે સંખ્યાબંધ બસો ઉપડે છે, પરંતુ આ વર્ષે લોકોએ ખાસ રસ દાખવ્યો નહોતો.

આ ઉપરાંત તાજેતરમાં કોરોના કેસમાં આવેલા ઉછાળાના કારણે પણ ઘણા યાત્રાળુઓ ચારધામ જવાનું મુલતવી રાખ્યું છે. થોડા સમય પછી કૈલાસ માનસરોવરનું બુકિંગ શરૂ થશે. જે પછી દિવાળી વેકેશન માટે ઘણા શ્રદ્ધાળુઓ અયોધ્યા, કાશીનું બુકિંગ કરાવશે. જોકે કેટલું બુકિંગ થશે તે કહી શકાય નહીં.

આ પણ વાંચો…હવે કચ્છ-ભુજના વેપારીઓએ કર્યો નિર્ધારઃ પ્રવાસન સાથે વેપાર પણ બંધ આ બે દેશ સાથે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button