અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીને 8 વર્ષની જેલ, જાણો શું છે મામલો

અમદાવાદ/ટેક્સાસઃ અમેરિકામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં રહે છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મેળવતાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા વિશેષ છે. ટ્રમ્પે વિઝા સહિતના અનેક નિયમો કડક કરતાં હાલ ગુજરાતીઓનો અમેરિકા જવાનો મોહ ઘટ્યો છે. આ દરમિયાન અમેરિકામાં એક ગુજરાતી વિદ્યાર્થીને 8 વર્ષની જેલની સજા ફટાકરવામાં આવી છે.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, ટેક્સાસ ની ફેડરલ કોર્ટે એક 21 વર્ષીય ગુજરાતી વિદ્યાર્થીને વૃદ્ધો સાથેની છેતરપિંડી યોજનાના નાણાંની હેરાફેરી કરવા બદલ 97 મહિનાની યુએસ ફેડરલ જેલની સજા ફટકારી છે. આ યોજનામાં પીડિતો પાસેથી રોકડ અને સોનાના રૂપમાં $2.5 મિલિયનથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસ માટેના યુએસ એટર્નીની ઓફિસ અનુસાર, કોર્ટે તેને $2,515,780 (અંદાજે ₹22.3 કરોડ) વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો અમેરિકા
આ યુવક સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં હતો અને સિન્ડિકેટ માટે કુરિયર તરીકે કામ કરતો હતો. કોર્ટના દસ્તાવેજો અનુસાર, આ જૂથ કાળજીપૂર્વક તૈયાર કરેલા ફિશિંગ કોલ્સ દ્વારા વૃદ્ધ અમેરિકનોને નિશાન બનાવતું હતું. યુવક અને તેના સાથીદારો યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ, કાયદા અમલીકરણ એજન્સીઓ અથવા કોર્પોરેટ ફ્રોડ વિભાગના અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરતા હતા.
તેઓ પીડિતોને કહેતા હતા કે તેમની ઓળખ ચોરાઈ ગઈ છે, તેમના નામે નકલી બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, અથવા તેઓ મની લોન્ડરિંગ માટે તપાસ હેઠળ છે. ત્યારબાદ પીડિતોને મોટી રકમની રોકડ ઉપાડવા અથવા ‘સરકારી એજન્ટો’ ને સોનું સોંપવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ માટે તેઓ તેમના ઘરે આવતા અથવા તેમને પાર્કિંગ પ્લોટમાં મળતા હતા.
કેસ ચાલવાના ડરથી, તેણે શંકાસ્પદ વ્યક્તિ સાથે જોડાયેલા કુરિયરોને ત્રણ હપ્તામાં $180,000 (અંદાજે ₹1.6 કરોડ) સોંપી દીધા હતા. બીજા કિસ્સામાં, ફોર્ટ વર્થની એક વૃદ્ધ મહિલાને કહેવામાં આવ્યું કે તેનો સોશિયલ સિક્યુરિટી નંબર જોખમમાં છે, ત્યારબાદ તેણે $30,000 (અંદાજે ₹26.6 લાખ) ઉપાડી લીધા હતા.
આ વિદ્યાર્થીએ 25 વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હતી, જેમાં $2.7 મિલિયન (અંદાજે ₹23.9 કરોડ) નું નુકસાન થયું હતું. આ યુવકે સ્વીકાર્યું કે તેને છેતરપિંડીની રકમ પર 2 ટકા કમિશન મળતું હતું. જે બાદ તેને આ સજા સંભળાવવામાં આવી હતી.



