અમદાવાદીનો ‘જુગાડ’: Google Maps પર પોલીસે ઊભા રહેવાના સ્થળો ‘PIN’ કર્યા! જુઓ આ વાયરલ વીડિયો

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાતજાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. એમાંથી કેટલાક વીડિયો તો એવા પણ હોય કે જે જોઈને મગજના તાર હલી જાય છે અને કેટલાક વીડિયો જોઈને દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. આજે અમે અહીં તમને આવા જ એક વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ એક ગુજરાતી અમદાવાદીના જુગાડને જોઈને તો બોલી ઉઠશો કે ભાઈસાબ એ જુગાડ બહાર ના જવો જોઈએ. ચાલો જોઈએ આખરે એવું તો શું ખાસ છે આ વીડિયોમાં…
અમે અહીં જે વીડિયોની વાત કરી રહ્યા છીએ એમાં એક વ્યક્તિએ અમદાવાદથી ગાંધીનગર બાય રોડ જનારા લોકોની મદદ કરવા માટે ગુગલ મેપ પર જ્યાં જ્યાં પોલીસ ઉભી હોય એવા સ્થળોને માર્ક કરીને ગુગલ મેપ પર પોલીસ ઉભી છે એવી પીન એડ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો જોયા બાદ તેના પર કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગૂગલ મેપ્સે અકસ્માત નોતર્યો! નવી મુંબઈમાં ડાયરેકશન ફોલો કરતી મહિલાની કાર ખાડીમાં ખાબકી
વીડિયોમાં જોવા મળે છે કે અમદાવાદ અને ગાંધીનગરના અનેક રસ્તાઓ પર અલગ અલગ ઠેકાણે પોલીસ ઉભી હોય છે, અહીંયા પોલીસ ખુણામાં સંતાઈને ઉભી હોય છે, પોલીસ ઉભા હોય છે ભાઈ અહીંયા અને પોલીસ અહીં ઉભી હોય છે એટલે વાહન ધીમે ચલાવો જેવા ઈન્સ્ટ્રક્શન પણ પીન કરીને વાહનચાલકોને આપ્યા છે.
તમે પણ ગુગલ મેપ પર જ્યારે અહીંયા પોલીસ ઉભી હોય છે લખીને સર્ચ કરશો તો તમને એવા અનેક લોકેશન દેખાવવા લાગશે. વિશ્વાસ ન હોય તો હાલ જ ટ્રાય કરીને જુઓ અને રિઝલ્ટ અમને કમેન્ટ સેકશનમાં ચોક્કસ જણાવો. લોકો આ વીડિયો જોઈને આ જુગાડ ભારતથી બહાર ના જવો જોઈએ એવી ટિપ્પણી પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભારત માટે ગુગલે એક ખાસ ફીચર બહાર પાડ્યું હવે તમે લોકોને ચાલતા પણ જોઇ શકશો
ટૂંકમાં, જુગાડ કરવામાં ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓનો કોઈ જ જવાબ નથી એવું કહીએ તો એમાં કંઈ જ ખોટું નહીં ગણાય… આવી બીજી અનોખી અને મજેદાર સ્ટોરી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો..