અમદાવાદ

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી, જાણો વિગત

અમદાવાદઃ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અમદાવાદના પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી હતી. અમદાવાદ કોર્ટે મહેશ લાંગાની ચાર દિવસની કસ્ટડી આપી હતી. આ પહેલા ગુજરાત પોલીસે 40 લાખની ખંડણી માંગવા બદલ તેની ધરપકડ કરી હતી.

સોશિયલ મીડિયા એક્સ પર ઈડીએ પોસ્ટ કરીને લખ્યું, ઈડી અમદાવાદ દ્વારા મહેશ પ્રભુદાન લાંગાની પીએમએલએ, 2002 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. તેને સ્પેશિયલ જજ (પીએમએલએ), મિરઝાપુર કોર્ટ, અમદાવાદમાં રજૂ કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરી, 2025 સુધી 4 દિવસ ઈડીની કસ્ટડીમાં રહેશે.

ઈડીએ કેમ કરી ધરપકડ
ઈડીએ આપેલા નિવેદન મુજબ, અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ લાંગા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર નોંધાઈ હતી. ઈડીની તપાસમાં મહેશ લાંગા મોટી રકમના અનેક છેતરપિંડીના નાણાકીય વ્યવહારોમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ઈડીએ જણાવ્યું કે, મહેશ લાંગા વિવિધ વ્યક્તિઓ પાસેથી ખંડણી વસૂલવા મીડિયાનો ઉપયોગ કરતો હતો. આ મહિને 11 ફેબ્રુઆરીએ દાખલ કરાયેલી FIRમાં કોર્ટે તેમને જામીન આપ્યા બાદ લાંગાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી નગરયાત્રા કરી નીજ મંદિર પરત ફર્યા

GST ક્રેડિટ કૌભાંડના આરોપો
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે પત્રકાર GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ’માં પણ સામેલ છે, જેની ED દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ઈડીના જણાવ્યા અનુસાર, મહેશ લાંગાએ છેતરપિંડી અને જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં સામેલ નાણાકીય વ્યવહારોના છુપાવવાનો અને તેની સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button