
અમદાવાદ: ગુજરાતમાં હાલ હાડ થિજવતી ઠંડીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાનનો પારો ઘણો નીચો નોંધાયો હતો. કોલ્ડ સિટી નલિયામાં આ પારો ગગડીને 8 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી જતાં, કચ્છમાં આ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ન્યુનતમ તાપમાન નલિયામાં 8.0 ડિગ્રી સેલ્સીયસ, રાજકોટમાં 9.5 ડિગ્રી સેલ્સીયસ, ડીસામાં 10.8 ડિગ્રી સેલ્સીયસ, ભુજમાં 11.2 ડિગ્રી સેલ્સીયસ, ગાંધીનગરમાં 12.0 ડિગ્રી સેલ્સીયસ, દાહોદમાં 12.8 ડિગ્રી સેલ્સીયસ, કંડલામાં 13.0 ડિગ્રી સેલ્સીયસ, વડોદરામાં 14.2 ડિગ્રી સેલ્સીયસ, ભાવનગરમાં 14.6 ડિગ્રી સેલ્સીયસ, અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સીયસ અને સુરતમાં 15.6 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ન્યૂનતમ તાપમાન યથાવત રહેશે અથવા 1 ડિગ્રી સેલ્સીયસ જેટલો વધારો થઈ શકે છે. જ્યારે આગામી 5 દિવસ દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સીયસ જેટલો વધારો નોંધાઈ શકે છે. આમ આગામી દિવસોમાં પણ રાજ્યમાં હાડ થીવજતી ઠંડી ની અસર જોવા મળી શકે છે. જો કે કોલ્ડ સિટી નલિયામાં આગામી દિવસોમાં તાપમાન વધુ એક ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.
જો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો હાલ જે ન્યૂનતમ તાપમાનનો પારો અનુક્રમે 14 અને 12 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે તેઆગામી દિવસોમાં 15 થી 16 ડિગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ દરમિયાન રાજ્યમાં વહેલી સવારે વાય રહેલા ઠંડા પવનો આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડાવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો…રાજકોટ 9.4 ડિગ્રી સાથે ઠર્યું! ગુજરાતમાં કડકડતી ઠંડી, તો મુંબઈ-દિલ્હીમાં પ્રદૂષણ અને ધુમ્મસનો કહેર



