Top Newsઅમદાવાદ

ઉત્તરાયણ પૂર્વે ગુજરાત ઠંડુગાર: નલિયા 7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, હજી 7 દિવસ ઠંડીનો કહેર રહેશે

અમદાવાદ: ગુજરાતમાં ઉત્તરાયણ પૂર્વે જ હાડ થિજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અનેક શહેરોના ન્યૂનતમ તાપમાનનો પારો એક અંકમાં નોંધાયો છે, છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના નલિયામાં 7.0 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. ત્યારબાદ દાહોદ 9.5 ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટમાં 10.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

નલિયામાં 7.0 ડિગ્રી સેલ્સિયસ

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા ન્યૂનતમ તાપમાનની વાત કરી તો, નલિયામાં 7.0 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગર 10.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 9.5 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ 10.9 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 11 ડિગ્રી સેલ્સિયસ, ડીસા 11.4 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 14.6 ડિગ્રી સેલ્સિયસ, ડાંગ 15 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 17.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં આગામી દિવસો પણ ‘ઠંડા’

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હાડ થિજવતી ઠંડીનો રાઉન્ડ યથાવત રહે તેવી સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસથી વધવાની સંભાવના નથી. કોલ્ડ સિટી નલિયામાં આગામી દિવસોમાં તાપમાનનો પારો 7 અથવા 8 ડિગ્રી સેલ્સિયસ સુધી જળવાઈ રહે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ આકરી ઠંડીનો અનુવ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ આગામી સાત દિવસ સુધી ન્યૂનતમ તાપમાનનો પારો 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારત ઠંડી, શીતલહેર અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં

આ સાથે જ દેશનો મોટાભાગનો હિસ્સો કાતિલ ઠંડી, શીતલહેર અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 4 થી 5 દિવસ માટે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારત સહિત ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ગંભીર હવામાનની ચેતવણી જાહેર કરી છે. આ અંતર્ગત દેશના કુલ 21 રાજ્યોમાં ધુમ્મસનું જોર વધવાની શક્યતા છે, જેમાં 4 રાજ્યો માટે ‘ઓરેન્જ એલર્ટ’ અને 17 રાજ્યો માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં અતિશય ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. આ ઉપરાંત, મંગળવારથી રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર-પૂર્વીય રાજ્યો (જેમ કે અસમ, મેઘાલય, નાગાલેન્ડ) માં પણ ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટવાની અને ઠંડીનો પારો ગગડવાની સંભાવના છે.

આ પણ વાંચો…રાજકોટ 9.4 ડિગ્રી સાથે ઠર્યું! ગુજરાતમાં કડકડતી ઠંડી, તો મુંબઈ-દિલ્હીમાં પ્રદૂષણ અને ધુમ્મસનો કહેર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button