
અમદાવાદ: ગુજરાતમાં હવે વરસાદે વિદાય લઈ લીધી છે અને શિયાળાએ દસ્તક દીધી છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત માટે આગામી સાત દિવસની હવામાન આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી અનુસાર, રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી તેમજ રાજયનું હવામાન સૂકું રહેશે.
સમગ્ર ગુજરાતમાં સૂકું હવામાન
ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. જ્યારે મહત્તમ તાપમાન આશરે 33∘ સે રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન: આશરે 23∘ સે રહેવાની સંભાવના છે.
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ તાપમાન
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, રાજકોટમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 35∘ સે. અને સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 20∘ સે. નોંધાયું હતું. અન્ય મુખ્ય શહેરોમાં, ભુજ, નલિયા, ગાંધીનગર અને સુરતમાં મહત્તમ તાપમાન 34∘ સે. જ્યારે અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં 33∘ સે. નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, ભાવનગર અને અમદાવાદમાં 23∘ સે. જ્યારે ભુજ, નલિયા, ગાંધીનગર, સુરત અને વડોદરામાં 22∘ સે. નોંધાયું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદનો ‘છેલ્લો શો’, આવતીકાલથી વાતાવરણ સૂકું!