અમદાવાદટોપ ન્યૂઝ

Gujarat Weather: ગરમીમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો બન્યા ચિંતિત, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉનાળાની વચ્ચે ભારે વરસાદની અગાહી કરવામા આવી છે રાજ્યમાં 31મી માર્ચથી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજબીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં પણ વધારા પર નિયંત્રણ લાગશે જેના કારણે ગરમીથી આંશિક રાહત મળશે. બીજી તરફ માવઠાંની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ગતરોજ સૌથી ઓછુ લધુત્તમ તાપમાન નલિયાંમાં 14 ડિગ્રી નોંધાયુ હતું.

આગામી ત્રણ દિવસ રાજ્યમાં અહીં પડશે વરસાદ

હવામાન વિભાગની અગાહી મુજબ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે અગામી ત્રણ દિવસ ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે. રાજ્યમાં પહેલી એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

જ્યારે બીજી એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્રીજી ઓપ્રિલે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાને વધુ વળતર પેટે 12.75 લાખ ચૂકવવા આદેશ કર્યો..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button