Gujarat Weather: એક તરફ ઝાંપટા, બીજી તરફ તાપ; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

Gujarat Weather: એક તરફ ઝાંપટા, બીજી તરફ તાપ; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.

અમદાવાદ: રાજ્યમાં બેવડી ઋતુનો ગાળો અકળાવનારો બની ગયો છે, રાજ્યના ઘણા ભાગોમાં હળવા વરસાદી ઝાંપટા પડી રહ્યા છે, તો ઘણા ભાગોમાં આકરો તડકો. વળી દિવસ અને રાતના તાપમાનમાં પણ ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેનાથી મોડી રાતના અને વહેલી સવારના ઠંડીનો ચમકારે પણ દેખા દીધી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અમુક ભાગમાં વરસાદ રહેવાની આગાહી કરી છે.

ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં યલો અલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકનું તાપમાન

શહેરમહત્તમ તાપમાનલઘુત્તમ તાપમાન
રાજકોટ૩૪.૨°C૨૪.૦°C
અમદાવાદ૩૩.૭°C૨૬.૦°C
ગાંધીનગર૩૩.૪°C૨૫.૫°C
વડોદરા૩૨.૪°C૨૫.૮°C
સુરત૩૨.૨°C૨૫.૧°C
ભુજ૩૨.૦°C૨૫.૩°C
નલિયા૩૧.૪°C૨૫.૮°C

આ પણ વાંચો…જાણો અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘શક્તિ’ની લેટેસ્ટ અપડેટ..

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button