
અમદાવાદ: ગુજરાતમાં લગ્નસરાની સીઝનની સાથોસાથ જ ઠંડીનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. ભલે ન્યૂનતમ તાપમાનનો પારો વધુ નીચે નથી ઉતર્યો પરંતુ તેમ છતાં છેલ્લા ૩-૪ દિવસથી વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને ગોદડા-ધાબળાની જરૂરિયાત ફરીથી વર્તાઇ રહી છે. ન્યૂનતમ તાપમાનની શ્રેણીમાં ગુજરાત ટાઢુંગાર શહેર નલિયા ૧૨.૦ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી નીચું તાપમાન ધરાવતું શહેર બન્યું હતું.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો, નલિયામાં ૧૨.૦ ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં ૧૩.૬ ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં ૧૪.૩ ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં ૧૪.૫ ડિગ્રી સેલ્સિયસ, ડીસા અને વડોદરામાં ૧૫.૪ ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં ૧૫.૬ ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં ૧૬.૦ ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં ૧૭.૬ ડિગ્રી સેલ્સિયસ, દ્વારકા અને જામનગરમાં ૧૯.૦ ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં ૧૯.૧ ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં ૧૯.૬ ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં ૨૦.૧ ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું.
જ્યારે મહત્તમ તાપમાનના આંક પર નજર નાખીએ તો, વેરાવળમાં ૩૨.૧ ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં ૩૧.૭ ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં ૩૧.૦ ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં ૩૦.૭ ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં ૩૦.૦ ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં ૩૦.૦ ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં ૨૯.૭ ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં ૨૯.૪ ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં ૨૯.૩ ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગર અને નલિયામાં ૨૯.૨ ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં ૨૯.૨ ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં ૨૯.૦ ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં ૨૮.૮ ડિગ્રી સેલ્સિયસ, જામનગરમાં ૨૭.૫ ડિગ્રી સેલ્સિયસ અને દાહોદમાં ૨૭.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…



