
અમદાવાદ: રાજ્યમાં ઠંડીએ ફરીથી જમાવટ કરી છે. ન્યૂનતમ તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જો કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું હતું, જ્યારે આ રાઉન્ડમાં ગુજરાતમાં મોટાભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચેની શ્રેણીમાં પહોંચી ગયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો, સૌથી નીચું તાપમાન દાહોદમાં 10.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કચ્છના નલિયામાં 11.0 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 12.1 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.0 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 13.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15.0 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 15.0 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 16.6 ડિગ્રી સેલ્સિયસ, જામનગરમાં 17.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 19.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો, ડાંગમાં 32.14 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 32.7 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 32.3 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 31.2 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 30.7 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 30.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 30.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 29.8 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 29.1 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 29.5 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 28.5 ડિગ્રી સેલ્સિયસ અને જામનગરમાં 28.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં કડકડતી ઠંડીનું કમબેક! દાહોદ 11.9°C સાથે સૌથી ‘ટાઢું’ શહેર



