અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં હવામાન પલટાશે, સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જેમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થયો છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ દેખાઈ રહી છે. જેના પગલે રાજયના સાત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રવિવારે નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી લઈ અતિભારે વરસાદની સંભાવના છે. આજે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રવિવારે નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલી, ભાવનગરમાં 17- 18મી જૂને ઓરેન્જ એલર્ટ

જ્યારે 17મી જૂને અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં 17મી, 18મી જૂને ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગરમાં 17- 18મી જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…ચોમાસું આવ્યું: ક્યાંક વરસાદ, ક્યાંક હજુ ગરમી! જાણો તમારા રાજ્યનું હવામાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button