નેક રિપોર્ટમાં થયો ખુલાસો; ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર-કર્મચારીઓની ઘટ…

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની 60 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. નેક દ્વારા જાહેર કરાયેલા તપાસ રિપોર્ટમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
Also read : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 15ને ડિપોર્ટ કર્યા
અઘ્યાપકોની 103 જગ્યાઓ ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં હાલ અઘ્યાપકો-ટીચિંગ પોસ્ટની મંજૂર થયેલી 210 જગ્યાઓમાંથી 107 જગ્યા જ ભરાયેલી છે અને 103 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ-નોન ટીચિંગ સ્ટાફની 592 મંજૂર જગ્યાઓમાંથી 182 જગ્યાઓ જ ભરાયેલી છે અને 412 જગ્યાઓ ખાલી પડી છે. આમ કુલ 804 જગ્યાઓમાંથી 289 એટલે કે માંડ 35 ટકા જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને 515 જગ્યાઓ ખાલી છે.
ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની ભારે અછત
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીને નેકના ઇન્સપેક્શન બાદ એ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો હતો. પરંતું પ્રોફેસર-કર્મચારી સહિતના ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની ભારે અછત યુનિવર્સિટીને નેકમાં હાઇએસ્ટ ગ્રેડિંગ મેળવવામાં મોટી ખામી બની છે.
યુનિવર્સિટીની વિશેષતાઓની પ્રશંસા
આ ઉપરાંત નેકની ટીમે તપાસ રિપોર્ટમાં જણાવેલી ખામીઓમાં કેમ્પસમાં સ્ટુડન્ટ ટ્રાન્સપોર્ટેશન નથી તેમજ સ્પોર્ટસ ફેસિલિટી વણવપરાયેલી છે અને નાણાકીય અનિશ્ચિતતાથી માંડી લેબોરેટરીનું અપગ્રેડેશન ન હોવા સહિતની કેટલીક ખામીઓ છે. જો કે નેક ટીમે યુનિવર્સિટીના વિશાળ, લેવિશ એન્ડ ગ્રીન કેમ્પસ, ડિજિટલ લાયબ્રેરી, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચર, ક્વોલિફાઇડ-અનુભવી ટીચિંગ સ્ટાફ તથા સેક-ઇસરોથી માંડી ડીઆરડીઓ સાથેનું જોડાણ સહિતની કેટલીક વિશેષતાઓની તેના તપાસ રિપોર્ટમાં પ્રશંસા કરી હતી.
Also read : Gujarat Politics: ગુજરાતમાં ભાજપને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ? જાણો શું હોઇ શકે છે રાજકીય ગણિત
સ્ટેચ્યુટમાં નિયમોની અસ્પષ્ટતાથી ભરતી અટકી
નેક ટીમના તપાસ રિપોર્ટની ખામીઓ બાબતે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, હાલ સ્ટેચ્યુટમાં નિયમોની અસ્પષ્ટતાને પગલે ભરતી થઈ શકી નથી. પરંતુ સ્ટાફ ન હોવાથી યુનિવર્સિટી દ્વારા બે વર્ષના ડેપ્યુટેશન પર ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ નિમણૂંક કરાશે. આ ઉપરાંત સરકારના જેડા સાથે મળીને સોલાર પેનલ સહિતના રીન્યુએબલ એનર્જી સોર્સીસ ઊભા કરાશે તથા કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે ઈ-સાયકલ – ઈબાઇક્સ સહિતની ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ઊભી કરાશે તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સંપૂર્ણ રીતે કાર્યાન્વિત કરવા-વપરાશ માટે સરકારની મદદ લેવાશે.