Top Newsઅમદાવાદ

રવિવારની મુસાફરી પહેલા ખાસ ધ્યાન: બ્રિજ રિપેરિંગને કારણે અમદાવાદ ડિવિઝનની મહત્ત્વની ટ્રેનો રદ…

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા જગુદણ સ્ટેશન યાર્ડ પર એન્જિનિયરિંગના કામને કારણે ટ્રેન વ્યવહાર પર અસર થવાની છે. 23 નવેમ્બર, 2025 ના રોજ બ્રિજ નંબર 983ના પુનર્નિર્માણ કાર્ય સંદર્ભે મેગા બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક મહત્ત્વની ટ્રેનોના સમયપત્રકને અસર થશે. રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને જ તેમની મુસાફરીનું આયોજન કરે.

બ્લોકને કારણે, ટ્રેન સંખ્યા 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 23.11.2025 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે, જ્યારે પરત ફરતી ટ્રેન સંખ્યા 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 24.11.2025 ના રોજ રદ રહેશે. આ ઉપરાંત, ટ્રેન સંખ્યા 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ 23.11.2025 ના રોજ વડનગર અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

વધુમાં, કેટલીક ટ્રેનો રિશિડ્યુલ પણ કરવામાં આવી છે. 23.11.2025 ની ટ્રેન સંખ્યા 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી જોધપુરથી ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 69207 ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમુ પણ ગાંધીનગર કેપિટલથી 1 કલાક મોડી રિશિડ્યુલ થશે. મુસાફરોને વિનંતી છે કે ટ્રેનના પરિચાલન અંગેની નવીનતમ જાણકારી માટે તેઓ ભારતીય રેલવેની વેબસાઇટની મુલાકાત લે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button