Top Newsઅમદાવાદ

ગુજરાતમાં ઠંડીનો પારો ધીમો પડ્યો, પણ નલિયા હજીયે ‘થીજાવે’ છે!

અમદાવાદ: છેલ્લા દિવસોમાં ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો અચાનક નીચો ગગડી જતાં હાડ થિજવતી ઠંડીનો અનુભવ થઇ હતો , પરંતુ હવે ધીમે ધીમે ઠંડીની અસર થોડી ઓછી દેખાઈ રહી છે.

રાજ્યમાં સરેરાશ ન્યૂનતમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. તેમ છતાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે નલિયા અને દાહોદ (કેવીકે) ખાતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જેણે આ વિસ્તારોમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ કરાવ્યો હતો.

ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે પ્રદેશના બાકીના ભાગોમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. દક્ષિણ ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન નોંધપાત્ર રીતે સામાન્ય કરતાં નીચે નોંધાયું હતું.

આ ઉપરાંત, ઉત્તર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ તાપમાન સામાન્યથી લઈને નોંધપાત્ર રીતે સામાન્ય કરતાં નીચે રહ્યું હતું. પ્રદેશના બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય હતું. સમગ્ર પ્રદેશમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે નલિયા અને દાહોદ ખાતે નોંધાયું હતું, જેણે આ વિસ્તારોમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ કરાવ્યો હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો ભુજમાં 32 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 32 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ, વેરાવળ, સુરતમાં 32 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદર, દ્વારકા, કેશોદમાં 31 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 30 અને બરોડામાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

જ્યારે નલિયા, અમરેલી અને દાહોદમાં 11 ડિગ્રી સેલ્સિયસ, કંડલા અને વડોદરામાં 12 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદર, રાજકોટ અને કેશોદમાં 14 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમદાવાદ અને ભુજમાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો…ઠંડીની ઋતુ જામી: રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો; જાણો તમારા શહેરનું હવામાન

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button