ગુજરાત એસટીના કર્મચારીઓ માટે આનંદના સમાચાર; રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટર પર આ નિર્ણયની માહિતી આપી છે.
મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે હવે તેમને માસિક મૂળ પગારના 50 ટકા લેખે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે.
હર્ષ સંઘવીએ ટ્વીટર પર આપી માહિતી
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટર પર આ નિર્ણયની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
આ પણ વાંચો : ગુજરાત ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં ‘અગ્રણી’ રાજ્ય તરીકે ઊભર્યુંઃ સ્થાનિક, વિદેશી રોકાણમાં જંગી વધારો
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2025
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય…
ટૂંક સમયમાં જાહેર થશે વિગતવાર માહિતી
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોંઘવારી ભથ્થામાં ૪% ના વધારાની સાથે કર્મચારીઓને એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણય થકી કુલ રૂ. 125 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. સરકારના આ નિર્ણય અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.