ગુજરાતમાં પીએસઆઈ ભરતી માટેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર કરાશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં પીએસઆઈ ભરતી માટેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર કરાશે

અમદાવાદ : ગુજરાતમાં પીએસઆઈ ભરતી માટેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર કરાશે. આ અંગે સરકારી વકીલે ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસ ભરતી ફેઝ 01 સીધી ભરતી પ્રક્રિયામાં પીએસઆઈ ભરતીની 50 હજાર જવાબવહી તપાસવામાં આવી રહી છે. જેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર મહિના જાહેર થશે.

કોન્સ્ટેબલનું સિલેક્ટ લિસ્ટ ઓક્ટોબર 2025માં બહાર પાડ્યું

આ ઉપરાંત સરકારી વકીલે કોર્ટના સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, આગામી સમયમાં કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ભરતીમાં આ પ્રકારે પરીક્ષા યોજાઈ શકે છે. તેમજ આગામી સમયમાં બીજા ફેઝની ભરતી પ્રક્રિયા શરૂ કરવા જાહેરાત બહાર પાડવામાં આવશે. જયારે કોર્ટ મિત્રે કહ્યું હતું કે વર્તમાન ભરતી પ્રક્રિયામાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી સાથે કરવામાં આવી હતી. જેમાં કોન્સ્ટેબલનું સિલેક્ટ લિસ્ટ ઓક્ટોબર 2025માં બહાર પાડ્યું છે.

પહેલા હાયર પોસ્ટનું પરિણામ બહાર પાડો

જયારે આ અંગે કોર્ટે અવલોકન કરીને જણાવ્યું હતું કે, પહેલા હાયર પોસ્ટનું પરિણામ બહાર પાડો અને પછી લોઅર પોસ્ટનું બહાર પાડો. જેના લીધે લોઅર પોસ્ટમાં સિલેક્ટ થયા બાદ જો ઉમેદવાર હાયર પોસ્ટમાં પણ સિલેક્ટ થાય તો લોઅર પોસ્ટમાં જગ્યાઓ ખાલી પડે છે. પરંતુ પહેલા જ હાયર પોસ્ટમાં સિલેક્ટ ન થયાનું ખબર પડે તો આ સમસ્યાનું સમાધાન આવી શકે છે.

હાઇકોર્ટે વર્ષ 2025-26નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું

સરકારી વકીલે પોલીસ વિભાગમાં પ્રમોશનલ ભરતી અંગે જણાવ્યું હતું કે છેલ્લા 90 દિવસમાં 3168 જગ્યાઓ પ્રમોશનથી ભરાઈ છે. પોલીસ વિભાગમાં ભરતી વર્ષ ફેબ્રુઆરી મહિનાથી શરૂ થાય છે. અત્યારે વર્ષ 2024-25 ની ભરતી ચાલી રહી છે. હાઇકોર્ટે વર્ષ 2025-26નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું હતું. આ અંગે વધુ સુનાવણી 12 ડિસેમ્બરે યોજાશે.

ફેઝ-1 બાદ ફેઝ-2 કોન્સ્ટેબલની સીધી ભરતીની જાહેરાત કરાશે

રાજ્યમાં પોલીસ ભરતીમાં ફેઝ 01 સમાપ્ત થતા ફેઝ 02 કોન્સ્ટેબલની સીધી ભરતીની જાહેરાત થશે. જયારે બીન હથિયાર ધારી પીએસઆઈની 313 પ્રમોશનલ પોસ્ટ માટે 26 જૂને જાહેરાત બહાર પડાઈ છે. ફેઝ-2માં 14,283 પોલીસકર્મીની ભરતી કરાશે. રાજ્યમાં 05 પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને 02 નવા બની રહ્યા છે.

આ પણ વાંચો…GPSC માં ક્લાસ-1/2 ની ખાસ ભરતી! દિવ્યાંગ ઉમેદવારો માટે સુવર્ણ તક, અરજીની છેલ્લી તારીખ નજીક

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button