ગુજરાતમાં આજે છૂટા છવાયા વરસાદની આગાહી, લોકો અસહય ગરમીથી પરેશાન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લીમાં હળવા વરસાદની શક્યતા છે. વરસાદે વિરામ લેતા અમદાવાદ સહિત શહેરોમાં લોકો અસહય ગરમી અને બફારાથી પરેશાન છે.
આ જીલ્લાઓમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી છૂટા
હવામાન વિભાગે આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી,ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.
15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટ બાદ રાજયના વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો…મેઘરાજાના વિરામથી ખેડૂતો ચિંતામાંઃ 13 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ…