હજુ કરો વિકાસની વાતોઃ શિક્ષણમાં દેશમાં ગુજરાતનું ક્યાંય સ્થાન જ નથી

અમદાવાદઃ ગુજરાતના વિકાસની વાતો સતત થાય છે. ડબલ એન્જિન સરકાર, ગુજરાત મોડેલ બધુ જ આપણે રોજ સાંભળીએ છીએ, પરંતુ અહેવાલો અને અનુભવો કંઈક અલગ જ ચિત્ર ઊભું કરે છે. આવો જ એક અહેવાલ આવ્યો છે જે ગુજરાત પાયાનો અને સૌથી મહત્વનો કહી શકાય તેવા મુદ્દે કેટલું પાછળ છે તે જણાવે છે. મહત્વનું તો એ છે કે આ સર્વે ભારત સરકાર દ્વારા જ કરવામાં આવે છે તેમાં ગુજરાત કેટલું પાછળ છે તે જાણવા મળ્યું છે.
PARAKH (પરખ)ના અહેવાલમાં ગુજરાતના શિક્ષણના સ્તર વિશે તારણો આવ્યા છે. કોઈપણ રાજ્યની પ્રગતિનો ક્યાસ કાઢવો હોય તો ત્યાંની સરકાર શિક્ષણ વ્યવસ્થા પરથી કઢી શકાય. રાજ્યના તમામ ભણવાપાત્ર લોકોને યોગ્ય શિક્ષણ મળી રહે તેની જવાબદાર રાજ્ય સરકારની છે, આથી ગુજરાતના શિક્ષણની કથળેલી સ્થિતિ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણી શકાય.
કેટલામાં ક્રમે છે ગુજરાત
2024ના વર્ષ માટે થયેલા આ સર્વેક્ષણમાં દેશની કુલ 74 હજારથી વધુ શાળાના 21 લાખથી વધુ બાળકોની સમીક્ષા કરી હતી, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 781 જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેમાં સરકારી, ગ્રાન્ડેટ સાથે ખાનગી સ્કૂલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2.70 લાખ શિક્ષકને પણ જોડ્યા છે.
પરખના અહેવાલ અનુસાર સર્વશ્રેષ્ટ પ્રદર્શન કરનારા દેશના રાજ્યોમાં ગુજરાત એકથી દસમા ક્રમાંકમાં ક્યાંય નથી. એટલું જ નહીં ખરાબ પ્રદર્શન કરનારા દસ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થયો છે. આ અહેવાલ ધોરણ 3, 6 અને 9માં ગણિત, વિજ્ઞાન અને ભાષામાં શિક્ષણનું સ્તર કેવું છે તેના પર ફોક્સ કરે છે.
હવે વાત કરીએ ધોરણ ત્રણમાં ગુજરાતના સ્થાનની તો ગુજરાત લો પરફોર્મિગ સ્ટેટમાં છઠ્ઠા ક્રમાંકે છે, ધોરણ 6માં સાતમાં ક્રમાકે છે અને ધોરણ નવમાં પણ સાતમાં ક્રમાકે છે. મહારાષ્ટ્રએ પણ બહુ કોઈ અભિમાન કરવા જેવું નથી. હાઈ પર્ફોમિંગ સ્ટેટમાં ધોરણ 3માં મહારાષ્ટ્ર છઠ્ઠા ક્રમાંકે, ધોરણ છમાં સાતમાં ક્રમાંકે અને ધોરણ નવમાં દસમા ક્રમાંકે છે. મોટાભાગે કેરળ, પંજાબ આગળ છે તો એકથી દસમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાને પણ સ્થાન બનાવ્યું છે, પરંતુ ગુજરાત નથી.
જિલ્લાવાર પણ ગુજરાત ક્યાંય નહીં
અહેવાલમાં જિલ્લા સ્તરે કયો જિલ્લો કેવુ પરફોર્મ કરે છે તેની પણ સમીક્ષા કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે રાજ્યસ્તરે સારી સ્થિતિ નથી એટલે જિલ્લા સ્તરે પણ શિક્ષણની સ્થિતિ ખરાબ રહેવાની. લૉ પફોર્મિગ ડિસ્ટ્રીક્ટમાં જામનગર, ગીર સોમનાથ, ખેડા જિલ્લો 44માં, છોટાઉદેપુર 47માં, પોરબંદર જિલ્લો 48માં ક્રમે આવે છે.
આ પણ વાંચો…આઈઆઈએમ અમદાવાદમાં દુબઈએ નવું કેમ્પસ શરુ કર્યું, બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધશે